પ્રધાનમંત્રી મોદીએ નારાયણા ગામે લોહડીની કરી ઉજવણી

  • January 13, 2025 11:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશભરમાં આજે લોહડીનો તહેવાર ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઉજવણીમાં જોડાયા હતા. તેઓ દિલ્હી નજીકના નારાયણા ગામમાં પહોંચ્યા હતા અને સ્થાનિક લોકો સાથે લોહડી પ્રગટાવીને આ પર્વની ઉજવણી કરી હતી.


નારાયણા ગામમાં યોજાયેલા લોહડીના કાર્યક્રમમાં વડાપ્રધાનનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ પરંપરાગત રીતે અગ્નિ પ્રગટાવી હતી અને ત્યાં ઉપસ્થિત લોકોનું હાથ જોડીને અભિવાદન કર્યું હતું. લોકોએ પણ વડાપ્રધાનને શુભેચ્છા પાઠવીને પ્રતિભાવ આપ્યો હતો. વડાપ્રધાને ત્યાં હાજર બાળકો સાથે પણ સમય વિતાવ્યો હતો અને તેમને પ્રેમ અને સ્નેહ આપ્યો હતો. આ દ્રશ્યોએ વાતાવરણને વધુ આનંદમય બનાવી દીધું હતું.


લોહડીનો તહેવાર ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ તહેવાર શિયાળાના અંત અને નવી લણણીની શરૂઆતનું પ્રતીક છે. લોહડીના દિવસે પરિવારો, સંબંધીઓ અને પડોશીઓ એક જગ્યાએ ભેગા થાય છે અને લોહડીના પવિત્ર અગ્નિમાં ગોળ, મકાઈ, તલ અને મગફળી જેવી વસ્તુઓ અર્પણ કરે છે. ગીતો ગાય છે અને નાચે છે. આ તહેવાર સમૃદ્ધિ, નવી શરૂઆત અને સામાજિક એકતાનું પ્રતીક છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application