રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં હાલ શાકભાજીના ભાવ સુકામેવાની લગોલગ પહોંચ્યા છે. ભારે વરસાદથી શાકભાજીના પાકનો સોંથ વળી ગયો છે અને હાલ ભારે તડકો પડતા બગાડ વધ્યો છે જેના લીધે ભાવમાં ભડકો થયો છે.
રાજકોટ માર્કેટ યાર્ડમાં દરરોજ વહેલી સવારે થતી હરરાજીમાં શાકભાજીની ૩૪ જેટલી જણસીઓની આવક થાય છે જેમાં લગભગ તમામ જણસીઓના ભાવમાં જબરો ઉછાળો આવ્યો છે. ભારે વરસાદના કારણે શાકભાજીનો પાક નિષ્ફળ ગયો અને વધેલા પાક ઉપર આકરો તાપ વરસતા પાકમાં બગાડ વધી ગયો છે. ગ્રામ્ય વિસ્તારમાં ચોમાસા બાદ રસ્તાઓ અત્યતં ખરાબ થઇ ગયા હોય યાર્ડ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે અને હરાજીમાં સમયસર ન પહોંચે તો માલ એક દિવસ વેઇટિંગમાં રાખવો પડે છે અને ત્યાં સુધીમાં શાકભાજીમાં બગાડ બેસી જાય છે.
દરમિયાન આજે થયેલી હરરાજીમાં પ્રતિ કિલોના ભાવ જોઇએ તો મેથીના .૧૭૫, કોથમીરના ૧૫૦, લીંબુના ૧૧૦, આદુના ૧૦૦ તેમજ અન્ય તમામ શાકભાજી .૭૦થી ૯૦ના ભાવે વેંચાયું હતું. હાલમાં કોબીજ, લાવર, ગુવાર, ભીંડો, ઘીસોડા અને કારેલા સહિતના શાકભાજીની આવકો અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા અને મહીસાગર કાંઠાના વિસ્તારોમાંથી થઇ રહી છે. યારે સ્થાનિક ગ્રામ્ય આવકો જરિયાતના પ્રમાણમાં માંડ પચાસ ટકા થઇ રહી છે.
જામનગર, દ્રારકા, કચ્છમાં પાક નિષ્ફળ જતા રાજકોટથી ખરીદી
રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગના વેપારી અશોકભાઇ ડોબરીયાએ જણાવ્યું હતું કે, જામનગર, દ્રારકા અને કચ્છ જિલ્લામાં અતિવૃષ્ટ્રિને કારણે શાકભાજીનો પાક નિષ્ફળ જતા હાલ ત્યાંની સ્થાનિક જરિયાત પુરી કરવા માટે પણ રાજકોટ માર્કેટ યાર્ડમાંથી ખરીદી થઇ રહી હોય માલનો ઉપાડ વધતા તેના કારણે પણ ભાવમાં વધારો થયો છે
બેંગ્લોરથી રીંગણા, નાસિક–સંગમનેરથી ટમેટાની આયાત
રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગના ઇન્સ્પેકટર કાનાભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર્રમાં ભારે વરસાદથી શાકભાજીનો પાક નિષ્ફળ જતા હજુ પણ બહારના રાયોની આવક ઉપર આધાર રાખવો પડે છે, હાલમાં રીંગના બેંગ્લોરથી અને ટમેટા નાસિક તેમજ સંગમનેરથી આયાત થઇ રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોબાઇલ ટાવર્સનો કરોડોનો વેરો બાકી; જપ્તી નોટિસ
November 22, 2024 03:20 PMપશ્મિ શોલ જેવી મોંઘી વૂલન શાલને આ રીતે કરો વોશ, હંમેશા દેખાશે ચમકદાર
November 22, 2024 03:19 PMમવડીમાં વેલરી શો રૂમ અને ટેઇલર શોપ સહિત ત્રણ ગેરકાયદેસર બાંધકામ સીલ
November 22, 2024 03:19 PMAAPનો નવો નારો, કેજરીવાલે કહ્યું- BJP આવશે તો વીજળી-પાણીના બિલ ચૂકવવા પડશે
November 22, 2024 03:14 PMશેરબજારમાં ફરી તેજી: સેન્સેકસ ૧૯૯૦ પોઈન્ટ અપ
November 22, 2024 03:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech