રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા સૌરાષ્ટ્ર્રના સૌથી મોટા એવા રાજકોટ માર્કેટ યાર્ડના જુના યાર્ડ સંકુલમાં કાર્યરત શાકભાજી વિભાગમાં આજે વહેલી સવારે શાકભાજીની ધૂમ આવક થતા ભાવ તળિયે પહોંચી ગયા છે. આ વર્ષે હવામાન સા રહેતા તેમજ જળાશયોમાં પાણીની પુષ્કળ ઉપલબ્ધીને કારણે શાકભાજીનું મબલખ ઉત્પાદન આવ્યું છે, અલબત્ત ગત વર્ષની તુલનાએ રાજકોટ જિલ્લામાં આ વર્ષે શાકભાજીનું વાવેતર પણ વધ્યું હતું.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગના હોલસેલર વેપારી અશોકભાઇ ડોબરીયાએ જણાવ્યું હતું કે હાલમાં શિયાળાની ઋતુનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે. મહાશિવરાત્રી સુધી શાકભાજીની આવક સતત વધશે અને ત્યારબાદ માર્ચ મહિનાથી ઉનાળો શ થતાની સાથે આવક ઘટશે અને ભાવ વધવા લાગશે.
યારે યાર્ડના ઇન્સ્પેકટર કાનાભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, હાલ પુષ્કળ આવક થતી હોય રાજકોટ યાર્ડમાંથી શાકભાજીની અમદાવાદ, વડોદરા અને સુરત તરફ નિકાસ કરવામાં આવી રહી છે તો અમુક શાકભાજીના ભાવ પ્રતિ કિલોના .એકથી બે જેવા તળિયાના ભાવ થઇ ગયા હોય તેની ખરીદી ગૌશાળાઓ દ્રારા ગૌવંશના નિભાવ માટે કરાઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે યાર્ડમાં ગમે તેટલા ભાવ ઘટે પરંતુ શહેરની શાકમાર્કેટો અને સોસાયટીઓમાં શાકભાજી વેંચવા આવતા ફેરિયાઓ તો હજુ પણ મોંઘાદાટ દામ જ વસૂલી રહ્યા છે તે વાસ્તવિકતા છે
યાર્ડની આજની હરાજીના ભાવશાકભાજી
પ્રતિ કિલોના ભાવ રૂા.
કોબીજ રૂા.૧થી ૨
ટમેટા રૂા.૨થી ૪
બીટ રૂા.૩થી ૫
લાવર રૂા.૮થી ૧૦
ગાજર રૂા.૮થી ૧૦
દૂધી રૂા.૮થી ૧૦
રિંગણા રૂા.૮થી ૧૫
મરચા રૂા.૧૫થી ૨૦
વાલ રૂા.૨૫થી ૩૦
ચોળી રૂા.૪૦થી ૫૦
ચોળા રૂા.૩૦થી ૩૫
વટાણા રૂા.૨૦થી ૨૧
સફેદ સકરિયા રૂા.૨૦થી ૨૨
લાલ મરચાં રૂા.૨૦થી ૪૦
કાકડી રૂા.૧૦થી ૧૫
ભીંડો રૂા.૩૦થી ૪૦
ઘીસોડા રૂા.૩૦થી ૫૦
ભીંડો રૂા.૩૦થી ૪૦
લીંબુ રૂા.૩૦થી ૫૦
ગવાર રૂા.૪૦થી ૭૦
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech