નવાપરામાં દબાણ હટાવ સેલ ત્રાટક્યું

  • January 16, 2024 05:09 PM 

શહેરના નવાપરા વિસ્તારમાં આજે મહાપાલિકાના દબાણ હટાવ સેલના કાફલાએ ત્રાટકી જુના વાહનોની લે-વેચ કરતા વેપારીઓ દ્વારા જાહેર માર્ગ પર અડચણરૂપ રાખવામાં આવેલા વાહનોને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરાતા વેપારઓ રોષ પૂર્વક રોડ પર ઉતરી આવી દબાણ હટાવ સેલની કાર્યવાહીનો વિરોધ કરતા વાતાવરણ ઉગ્ર બન્યું હતું., જોકે તંત્ર દ્વારા વેપારીઓના વિરોધ વચ્ચે નવાપરાના મુખ્ય સહિતના માર્ગો પર રાખવામાં આવેલા ૧૧જેટલાં વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. મહાપાલિકા દ્વારા નવાપરા વિસ્તારમાં આજે હાથ ધરાયેલી દબાણ હટાવ કાર્યવાહી દરમ્યાન જુના વાહનોની લે-વેચ કરતા વેપારીઓ દ્વારા એક તબ્બકે કાર્યવાહીને અટકાવવાની ઉગ્ર માંગ કરતા દબાણ હટાવ સેલ અને વેપારીઓ વચ્ચે ઉગ્ર ચકમક ઝરી હતી. આ પૂર્વે દબાણ હટાવ સેલે કુંભારવાડા તેમજ ચાવડીગેટ વિસ્તારમાથી પણ અડચણરૂપ દબાણો હટાવી સ્ટીલનું કાઉન્ટર સહિતનો માલ-સામાન જપ્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application