શહેર શિક્ષણપ્રેમી અને પ્રજાવત્સલ મહારાજા ભગવતસિંહબાપુએ શહેરનું ૯૦ વર્ષ પહેલા બનાવેલા ટાઉન પ્લાનિંગમાં આજે એક સદી બાદ પણ પ્રજામાં નોંધ લેવાઇ રહી છે પણ જાહેર માર્ગેા અને રાહદારીઓને ચાલવા માટેના રસ્તા પર સબ ભૂમિ ગોપાલ કી સમજી બેઠેલા દબાણકર્તાઓ સામે નગરપાલિકાએ કાયદાના દંડા ઉગામતા દબાણકર્તાઓ સામે સાડાબાર રાખ્યા વગર દબાણ હટાવ ઝુંબેશ આખો દિવસ ચાલું રહી હતી. સંભવત આજે પણ આવું રહેશે.
થોડાક દિવસ પહેલા ગ્રામજનો અને અમુક વેપારીઓની ફરિયાદને કારણે ધારાસભ્ય મહેન્દ્રભાઇ પાડલિયાએ સંકલનની બેઠકમાં દબાણનો મુદ્દો ઉઠાવતા તત્રં પણ આળશ મરડી દબાણની કામગીરી હાથ પર લેતા ઉપલેટા નગરપાલિકાના ચિફ ઓફિસર દ્રારા મોટા ભાગના દબાણ કર્તા વેપારીઓ અને શહેરીજનો સ્વૈચ્છિક રીતે દબાણ હટાવી લેવા જાણ કરી હતી પણ જાડી ચામડીના દબાણકર્તાઓ આ નોટીસની ગંભીર નોંધ લેવાને બદલે સબ ભૂમિ ગોપાલ કી માંડી કોઇ દબાણ કમ નહીં કરતા આજ સવારે નગરપાલિકા દ્રારા કાયદાનો દડં ઉગામતા દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
ગઇકાલે સવારે પ્રાંત અધિકારી એન.એસ. તરખાલા, મામલતદાર નિખિલ મહેતા પીઆઇ બી.આર. પટેલ, ચિફ ઓફિસર નિલમ ઘેટિયા, સર્કલના મામલતદાર દેસાઇ, નગરપાલિકાના દબાણ ઇન્સ્પેકટર સુરેશભાઇ બગડા સહિત પોલીસ અને કર્મચારી વિશાળ જેસીબી, ટ્રેકટર સહિતના વાહનો સાથે દબાણ હટાવ ઝુંબેશ કટલેરી બજાર, રાજમાર્ગ, ત્રણ કમાન અને પોરબંદર રોડ ઉપર થયેલા તેમજ ફત્પટપાથ ઉપર થયેલા દબાણો કોઇપણ જાતની શેહ શરમ રાખ્યા વગર કામગીરી સાંજ સુધી ચાલુ રાખી હતી. આ દબાણ હટાવમાં બે નગરસેવકો પણ દબાણ દૂર કરવામાં આવ્યા હતાં. આ દબાણમાં કેબીનો, રેંકડીઓ, મોટા મોટા હોડિગો, રાહદારીઓને અડચણ તમામ વસ્તુ દૂર કરવામાં આવી હતી. દબાણ હટાવ ઝુંબેશની ટીમ ત્રણ કમાન પાસે પહોંચતા ત્યા રસ્તાઓ વચ્ચે વચ્ચે રેંકડી રાખી નોન–વેજની રેંકડી ચલાવનાર લાલો મુરઘીવાળો દબાણ હટાવમાં અડચણરૂપ થતાં પોલીસે તેની અટકાયતીના પગલા ભરી ૧૫૧ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. સવારથી સાંજ સુધીમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે દબાણ દુર કરાયું હતું. સંભવત આ દબાણની કામગીરી આજે પણ ચાલુ રહે તેવી સંભાવના છે
ત્રણ બાહોશ અધિકારીએ ગામને ચોખ્ખું કરી નાખ્યું
ત્રણ દાયકા બાદ દબાણકર્તાઓ સામે નગરપાલિકાએ કાયદાનો દંડો ઉગામતા અને દબાણે કોઇની શેહ શરમમાં આવ્યા વગર દબાણકર્તાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તેમાં શહેરના ત્રણ બાહોશ અધિકારીઓની પણ નોંધ માગી લ્યે તેવી હતી. મામલતદાર નિખિલ મહેતા, ચિફ ઓફિસર નિલમ ઘેટીયા અને પીઆઇ બી.આર. પટેલ, સવારથી સાંજ સુધી સતત દબાણ હટાવ ટીમ સાથે રહી પોતાના સ્ટાફને સ્ટેન્ડ ટુ બાય રાખી આખી કાર્યવાહી હાથ ધરી હતી.
નોટિસે ન માન્યા તે જાતે દબાણ દૂર કરતા દેખાયા
નગરપાલિકા દ્રારા દબાણકર્તાઓને નોટીસ આપવા છતાં દબાણ દૂર નહોતા કર્યા પણ સવારે વિશાળ કાફલો અને જેસીબીના અવાજ સંભળાતા અમુક લોકો પોતાના જાતે દબાણ દૂર કરતા જોવા મળ્યા હતાં. જયારે પોરબંદર રોડ ઉપર મોટા દબાણકર્તાઓને ૨૪ કલાકનો સમય આપ્યો હતો. સંભવત કાલે તેની સામે પર કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કોઇ અવરોધરૂપ ના બનો, શહેર રળિયામણું બનશે: ધારાસભ્ય પાડલિયા
જાગૃત ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઇ પાડલિયાએ લોકોને તેમજ વેપારીઓને અપીલ કરી છે કે જે ગેરકાયદેસર દબાણો છે તે જ દૂર કરાશે. દબાણ દૂર થતાં જ રસ્તાઓ પહોળા બનશે. રાહદારીઓને ચાલવા માટે ખુબ જ લાભદાયક બનશે. દબાણ હટાવ સમયે અધિકારીઓને સાથ સહકાર આપવા આપ સૌની ફરજ છે તો અવરોધરૂપ ન બનવા આપી કરી છે.
પોરબંદરનો ૧૦૦ ફૂટનો રોડ દબાણ કરનારાઓએ ૫૦ ફૂટનો બનાવી દીધો હતો
ઉપલેટા શહેરની અંદરથી પસાર થતો જુનો પોરબંદર રોડ સરકારી ચોપડે ૧૦૦ ફત્પટનો છે પણ દબાણકર્તાઓએ ૫૦ ફત્પટનો બનાવી દીધો હતો. આગામી દિવસોમાં આ દબાણ હટતા રોડ પહોળો બનશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech