ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ વચ્ચે વડાપ્રધાન ટ્રુડોએ સ્વીકાર્યું કે, તેમણે હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસમાં ભારતને માત્ર ગુપ્તચર સુત્રો દ્વારા મળેલી માહિતી આપી હતી અને કોઈ નક્કર પુરાવા આપ્યા નથી. કેનેડાના રાજકારણમાં અન્ય દેશોના હસ્તક્ષેપ અંગે તપાસ કરી રહેલી સમિતિ સમક્ષ જુબાની આપતાં તેમણે આ કબુલાત કરી હતી અને તેના જવાબમાં ભારતે પલટવાર કર્યો છે કે અમે સતત કહેતા રહ્યા હતા કે કેનેડાએ કોઈ નક્કર પુરાવાઓ આપ્યા નથી. અમારી આ વાતને ટ્રુડોએ જ પોતાની કબુલાત દ્વારા સમર્થન આપ્યું છે. ભારત અને કેનેડા વચ્ચે સંબંધો ખરાબ થયા તે માટે માત્ર ને માત્ર જસ્ટિન ટ્રુડો જ જવાબદાર છે. દરમિયાન ભારત પર જુઠા આરોપ લગાવવા બદલ રાજીનામું આપવા માટે કેનેડાના જ સાંસદોએ માંગણી કરતા ટ્રુડો ભીંસમાં મુકાયા છે.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તપાસ પંચ સમક્ષ જુબાની આપતાં સ્વીકાર્યું કે તેમની સરકારે કેનેડાની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે ભારતને કોઈ પુરાવા આપ્યા નથી. તેમણે કહ્યું કે જ્યારે કેનેડિયન એજન્સીઓએ ભારતને આરોપોની તપાસ કરવા કહ્યું ત્યારે નવી દિલ્હીએ પુરાવા માંગ્યા. ટ્રુડોએ સ્વીકાર્યું કે તે સમયે, તે પ્રાથમિક રીતે ગુપ્તચર સુત્રો દ્વારા પૂરી પડાયેલી માહિતી માત્ર હતી, નક્કર પુરાવા નહીં.
કેનેડામાં દખલગીરીના મામલામાં ચીન ભારત કરતાં ઘણું આગળ છે, પરંતુ ટ્રુડો માત્ર ભારતને નિશાન બનાવી રહ્યા છે. બુધવારે, ટ્રુડોએ જેમાં જીતી ગયા હતા તે 2019 અને 2021ની ચૂંટણીઓમાં વિદેશી હસ્તક્ષેપ્ની તપાસ કરતી પેનલ સમક્ષ જુબાની આપી હતી.
મે 2024 માં બહાર પાડવામાં આવેલા વિદેશી હસ્તક્ષેપ અંગેના પ્રારંભિક અહેવાલમાં, કેનેડાના વિદેશી હસ્તક્ષેપ કમિશને ચીન, રશિયા, ઈરાન, ભારત અને પાકિસ્તાનને એવા દેશો તરીકે ઓળખાવ્યા હતા જેમણે 2019 અને 2021 માં કોઈ રીતે ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. રસપ્રદ વાત એ છે કે તે ચૂંટણીઓમાં દખલ કરવા માટે ચીન મુખ્ય ગુનેગાર તરીકે ઉભરી આવ્યું છે. જસ્ટિન ટ્રુડોની આગેવાની હેઠળની કેનેડાની લિબરલ પાર્ટીએ તે બંને ચૂંટણી જીતી હતી.
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, ચીને પક્ષની ચૂંટણીઓ પર દેખરેખના અભાવનો ફાયદો ઉઠાવીને પોતાની પસંદગીના ઉમેદવારોને આગળ ધપાવ્યા હતા અને જેને તે ચીન પોતાના વિરોધી માને છે તેમને બ્લોક કરતુ હતું. તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચાઈનીઝ-કેનેડિયન હાન ડોંગ 2019માં ચીન અને તેના પ્રોક્સીઓની મદદથી ચૂંટાયા હતા. હાન ટ્રુડોની લિબરલ પાર્ટીના સાંસદ છે.
એપ્રિલમાં, કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ સર્વિસએ વિદેશી હસ્તક્ષેપ આયોગને જણાવ્યું હતું કે ચીનની સરકારે 2019 અને 2021ની ચૂંટણીમાં છૂપી રીતે અને કપટપૂર્વક દખલ કરી હતી. સપ્ટેમ્બર 1, 2018 અને નવેમ્બર 7, 2023 ની વચ્ચે, કેનેડિયન સંસદસભ્યો દ્વારા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચીન તેની લોકશાહી સંસ્થાઓ અને પ્રક્રિયાઓ સહિત કેનેડા માટે સૌથી મોટો વિદેશી હસ્તક્ષેપ ખતરો છે. ટ્રુડો અને તેમના અધિકારીઓ પણ જાણે છે કે ચીન મુખ્ય ખતરો છે, પરંતુ ટ્રુડોએ આ બાબતોમાં શિથિલતા દશર્વિી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની ૧૫૯ નગરપાલિકા અને ૮ મહાનગરપાલિકાનો ‘ઇ-નગર’ પ્રોજેક્ટમાં સમાવેશ, જાણો કઈ કઈ સેવાઓ મળે છે
December 23, 2024 04:05 PMચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ની ભારતની મેચ દુબઈમાં યોજાશે, પીસીબીએ કયુ કન્ફર્મ
December 23, 2024 03:51 PMકોલ્ડવેવ: તાવ–શરદી–ઉધરસ, ઝાડા–ઊલટીના ૨૦૬૭ કેસ
December 23, 2024 03:49 PMરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech