ગુગલ પર ફરી ક્રોમ બ્રાઉઝર વેચવાનું દબાણ વધ્યું

  • March 10, 2025 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુગલ પર ફરી એકવાર તેનું ગુગલ ક્રોમ બ્રાઉઝર વેચવાનું દબાણ થઈ રહ્યું છે. જોકે, આ પહેલી વાર નથી જ્યારે ગૂગલ પર ક્રોમ બ્રાઉઝર વેચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોય. નવેમ્બર 2024માં પહેલી વાર આ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું હતું. હવે પ્રશ્ન એ થશે કે જ્યારે પ્રોડક્ટ ગુગલની છે, તો કોર્ટ ગુગલને ક્રોમ બ્રાઉઝર વેચવા માટે કેવી રીતે દબાણ કરી શકે? તો ખરેખર વાત એ છે કે ઓનલાઈન સર્ચમાં ગુગલનું ઘણું પ્રભુત્વ છે. આ વર્ચસ્વ ઘટાડવા અને અન્ય પ્રતિસ્પર્ધીઓને એક સમાન ક્ષેત્ર આપવા માટે, ગૂગલ પર ક્રોમ બ્રાઉઝર વેચવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે.


એન્ડ્રોઇડ ઓથોરિટીના રિપોર્ટ અનુસાર, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એટલે કે ડીઓજે ફરીથી ગૂગલને તેના ક્રોમ બ્રાઉઝરને વેચવાની સલાહ આપી રહ્યું છે. અહેવાલ મુજબ, લાખો મોબાઇલ યુઝર્સ માટે ગૂગલનું ક્રોમ બ્રાઉઝર પ્રાઈમરી સર્ચિંગ સોર્સ છે. વિભાગ માને છે કે ક્રોમ બ્રાઉઝર વેચ્યા પછી, ગૂગલ ક્રીટીકલ પોઈન્ટ પરનું નિયંત્રણ ગુમાવશે. ઉપરાંત, અન્ય સર્ચ કંપનીઓને ગુગલ સાથે કોમ્પીટીશન કરવાની વાજબી તક મળશે.


એટલું જ નહીં, યુએસ ડિપાર્ટમેન્ટ પણ ઇચ્છે છે કે ગૂગલને એપલ સ્માર્ટફોન અને મોઝિલા જેવી કંપનીઓ પર ડિફોલ્ટ રૂપે ક્રોમ બ્રાઉઝર બતાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવે. આવી પ્રથાઓ ઓનલાઈન સર્ચિંગ ક્ષેત્રમાં ગુગલનું વર્ચસ્વ વધારે છે. જેઓ નથી જાણતા તેમના માટે, ગૂગલ દર વર્ષે આઈફોન્સ પર ગૂગલ સર્ચ એન્જિનને પ્રી-ઇન્સ્ટોલ કરવા માટે લાખો રૂપિયા ખર્ચે છે.


યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ કહે છે કે ગૂગલના મનસ્વી વર્તનથી માર્કેટપ્લેસ બગડ્યું છે. તે સ્પર્ધાના ખોટા નિયમો પણ રજૂ કરે છે. આ બાબતે ગૂગલને ઘણી વખત ચેતવણી આપવામાં આવી છે. પરંતુ ગૂગલ આ બાબતમાં પાછળ હટવા તૈયાર નથી, કારણ કે ગૂગલ સર્ચ એન્જિનમાંથી ઘણા પૈસા કમાય છે.


આ કિસ્સામાં ગૂગલનો દાવો છે કે તેણે એપલ અને મોઝિલા જેવા ભાગીદારો સાથે મળીને ડિફોલ્ટ સર્ચ એન્જિન માટે ચુકવણી કરવાની સુવિધા ફરી શરુ કરવી જોઈએ. ઉપરાંત, તેમના ભાગીદારોને અન્ય સર્ચ એન્જિન સાથે કરાર કરવાની પરવાનગી આપવી જોઈએ. ઉદાહરણ તરીકે, એપલ તેના આઈફોન અને આઈપેડ માટે અલગ અલગ ડિફોલ્ટ સર્ચ એન્જિન ઓફર કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application