BREAKING NEWS

સિવિલ–ઝનાના પાસે લારી–થડાઓના દબાણ: રિક્ષાઓનો અડિંગ

  • April 01, 2026 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સરકારી જમીન ઉપર થયેલા દબાણ ઉપર તત્રં બુલડોઝર ફેરવી ગેરકાયદેસર દબાણો દૂર કરવાનું નેક કામ કરી રહી છે પરંતુ સિવિલ હોસ્પિટલ અને ઝનાના હોસ્પિટલના મુખ્ય ગેઇટ પાસે જ નજર પડે ત્યાં દેખાતા લારી, ગલ્લા, કેબિનોના દબાણો સામે તત્રં કેમ લાજ કાઢી રહ્યુ હોવાથી આ દબાણો હવે દિવસેને દિવસે ફટ પારીથી રોડની બહાર આવી ગયા હતા છે, જેને લઈને રોજ બેરોજ ટ્રાફિક સમસ્યા ઉદ્દભવવાની સાથે સાથે રોડ પર ગંદકી પણ ફેલાઈ રહી છે. એક તરફ લારીઓ, કેબિનોના દબાણ અને બીજી બાજુ રિક્ષા ચાલકો અને ઇકો સહિતના પ્રાઇવેટ વાહનોનો અડિઁગો જમાવેલો હોવાથી વખતો વખત જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા દર્દીઓ–પ્રસૂતાઓને લઈને આવતી ૧૦૮ એબ્યુલન્સ પણ હોસ્પિટલના ગેઇટ પાસે ફસાયેલી જોવા મળી છે.
અને આ અંગેના વખતો વખત સમાચારો પણ અખબારોમાં પ્રગટ થયા છે જેને લઈને ટ્રાફિક પોલીસ દ્રારા બે પાંચ દિવસ પૂરતી વોર્ડન ની વ્યવસ્થા ગોઠવામાં આવે છે જે પછી જૈસે થે એજ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, તો બીજી તરફ મહાપાલિકા તંત્રની દબાણ શાખા દ્રારા સમગ્ર શહેરમાં દબાણ હટાવ કામગીરી કરી રહી છે પરંતુ સિવિલ હોસ્પિટલ અને ઝનાના પાસે દબાણ હટાવની કામગીરી કરવાને બદલે આંખમીંચામણાં કરી રહી હોય તેમ લાગી રહ્યું છે.
સિવિલ હોસ્પિટલના ગેઈટથી હોસ્પિટલ ચોક સુધીની બંને સાઈડો અને ઝનાના હોસ્પિટલના મુખ્ય ગેઇટ પાસે યાં જુઓ ત્યાં દબાણો જોવા મળી રહ્યા છે જેને લઈને પસાર થતા વાહનો ચાલકો અને હોસ્પિટલના કમર્ચારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠા છે. ત્યારે આ જાહેર દબાણો સામે પોલીસ અને મહાપાલિકા તત્રં લાજનો ઘૂંઘટ ઉતારી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરે એ જાહેર નાગરિકોના હિતમાં વધુ જરી બન્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News