લોકસભાની ચૂંટણીના પરિણામોની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી સંગઠનની બેઠકમાં ઉમેદવારોને આંતરિક નુકશાન કરનારા સ્થાનિક નેતાઓ સામે પગલાં ભરવાની માગણી કરવામાં આવી છે. કેટલાક ચૂંટાયેલા સાંસદોએ મોટી લીડથી વિજય મેળવ્યો હોવા છતાં તેઓ પાર્ટીનો આંતરિક ડખો સિનિયર નેતાઓની જાણ માટે સપાટી પર લાવ્યા હતા.
આ બેઠકમાં ભાજપ્ના તમામ 25 ચૂંટાયેલા સંસદસભ્યો, જિલ્લા પ્રમુખો, પ્રભારીઓ અને પ્રદેશ પદાધિકારીઓને ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. પાંચ લાખનો ટારગેટ પૂર્ણ કેમ ન થયો તેની પણ ચચર્િ આ બેઠકમાં કરવામાં આવી હતી.
ખાસ કરીને ભાજપ્નું 26 બેઠકો જીતીને હેટ્રીક સર્જવાનું સપનુ રોળાયું છે તેવી બનાસકાંઠા લોકસભા બેઠકમાં હારના કારણો માટે પાર્ટીના હારેલા ઉમેદવાર રેખા ચૌધરીને હાજર રાખી તેમનો ખુલાસો પૂછવામાં આવ્યો હતો.
હવે બનાસકાંઠાની બેઠક પર વિજયી બનેલા કોંગ્રેસના ગેનીબહેન ઠાકોરની વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી આવી રહી છે ત્યારે તેમાં લોકસભાની હારનો બદલો લેવાનું નક્કી થયું છે. એ ઉપરાંત દિવાળી પહેલાં આવી રહેલી બે જિલ્લા, 10 તાલુકા, સાત હજાર ગ્રામ પંચાયત તેમજ 72 પાલિકાની ચૂંટણી જીતવા માટેની સ્ટેટેજી બનાવવા અત્યારથી જ સૂચના આપી દેવામાં આવી છે.
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ, પ્રદેશ મહામંત્રી અને અન્ય પ્રદેશના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. ચૂંટણી જીતવામાં પ્રદેશના જિલ્લા સંગઠનમાં ક્યાં ખામીઓ રહી ગઇ હતી, ક્યા નેતાઓ નિષ્ક્રિય રહ્યાં અને કોણે કોણે પાર્ટી વિરૂદ્ધમાં તેમજ ક્ષત્રિય આંદોલનમાં સાથ આપ્યો છે તેની ફરિયાદો અંગે મંથન કરવામાં આવ્યું હતું અને પગલાં લેવાનો નિર્ણય હાઇકમાન્ડ પર છોડાયો છે. હાઈકમાન્ડે તમામ સાંસદોને મુંગા રહી ને મત ક્ષેત્રમાં જઈ કામ કરવાની પણ સલાહ આ બેઠકમાં આપી હોવાનું જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: તેલંગાણાનો યુવક સાઇકલ લઈ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે નીકળ્યો..શું છે સંદેશ...?
November 25, 2024 06:00 PMજામનગરમાં ગરીબ લોકોના ઘર રેગ્યુલાઇઝડ કરવાની માંગ સાથે આપ્યું આવેદન
November 25, 2024 05:58 PMIPL ઓક્શનના બીજા દિવસે બોલરો પર થયો પૈસાનો વરસાદ,ભુવનેશ્વર કુમાર 10.75 કરોડમાં વેચાયો
November 25, 2024 05:49 PMલગ્ન સીઝનમાં સસ્તું સોનું ભાવમાં એક હજારનો કડાકો
November 25, 2024 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech