તાજેતરમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્રારા સીજીએસટી અમદાવાદ ઝોન તથા ગુજરાત સ્ટેટ જીએસટીના સંયુકત ઉપક્રમે પ્રિન્સીપાલ ચીફ કમિશ્નર શ્રીમતી બી.વી.શિવાનાગાની અધ્યક્ષતામાં તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ વેબિનારમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર્રના વ્યાપાર ઉધોગ જગતને લગતા પ્રશ્નો, ફરિયાદો અને સુચનોનો મારો ચલાવવામાં આવ્યો હતો.
જીએસટી અંતર્ગત સુધિઓમાં વધારો કરવા, રિફડં અંગે, ઓડિટ અંગે તેમજ ફરીયાદોનું નિરાકરણ લાવવા વિગેરે બાબતો માટેના પ્રશ્નો–સુચનો રજુ કરવા ટેક્ષપેયર્સ તથા ટ્રેડ એસોસીએશનો સાથે વેબીનાર યોજવામાં આવ્યો હતો.જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી વતી ઉપપ્રમુખ પાર્થભાઇ ગણાત્રા જોડાયા હતા. જેમાં ખાસ કરીને સમગ્ર જીએસટી પ્રક્રિયામાં ઘણા બધા વેચનાર અને લેનાર સંકળાયેલ હોય છે. આ સમગ્ર પ્રક્રિયામાં વચ્ચેના કોઇ તબકકે કોઈ જાતની ગેરરિતી આચરવામા આવે તો છેલ્લો વ્યવહાર કરનાર વ્યકિતએ ભોગ બનવું પડે છે કે જેને નિયમોનુસાર મળવાપાત્ર આઇટીસી મેળવેલ હોવા છતા તેને રીવર્સ કરવાની ફરજ પાડવામાં આવે છે.પ્રક્રિયામાં દર્શાવેલ આ ક્ષતિના નિવારણ અર્થે ટેક્ષ પેયર દ્રારા કેવા સલામતીભર્યા પગલા હોવા જરી છે તે સબબ રજુઆત કરવામાં આવી હતી તેમજ જીએસટી એકટમાં ટેક્ષ પેયરની સલામતી માટે યોગ્ય અને ચુસ્ત પ્રાવધાન કરવું જરી છે. તેમજ રીસ્કી એકસપોર્ટરનું ટેગ હોય તો તેઓને મીનીમમ ૭૦ ટકા રીફડં આપવા રજુઆત કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: જી જી હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું શોષણ...સૂત્રોચાર કરી વિરોધ કર્યો
November 21, 2024 06:13 PMજામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં આગ, ઢગલાબંધ બારદાન આગમાં બળીને ખાક
November 21, 2024 05:50 PMપુતિનની આ કાર આટલી ખાસ કેમ? પીએમ મોદીની કાર કરતા છે આ રીતે અલગ
November 21, 2024 05:00 PMહળવદ : જાહેર રસ્તા પર ઇંડા ફેંકી જનાર સામે ભભૂકયો રોષ
November 21, 2024 04:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech