દ્વારકા હોટલ એસોસીએશન દ્વારા તીર્થક્ષેત્રના વિકાસલક્ષી મુદ્દાઓ અંગે મુખ્યમંત્રીને રજૂઆત

  • July 23, 2021 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોટેલીયર્સને ર4 કલાક મીટર વડે પાણી, ગવર્મેન્ટ ગ્રાન્ટ્સના સંકલન સહિત પ્રવાસન ઉદ્યોગને વેગવંત્ બનાવવા માંગ

દ્વારકા હોટલ એસોસીએશન તેમજ દિવ્ય દ્વારકા ફાઉન્ડેશન દ્વારા ગઈકાલે મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણી સાથે દ્વારકા સર્કિટ હાઉસ ખાતે મુલાકાત કરી તીર્થક્ષેત્રના વિકાસલક્ષી મુદ્દાઓ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. દ્વારકા હોટલ એસો. પ્રમુખ નિર્મલભાઈ સામાણી તેમજ પ્રતિનિધિઓ ચંદુભાઈ બારાઈ, મનસુખભાઈ પરમાર, શિતલભાઈ બથીયા તેમજ શૈલેષભાઈ ઘઘડા દ્વારા મુખ્યમંત્રીને કરાયેલ રજૂઆતમાં દ્વારકા ક્ષેત્રમાં વર્ષે એક કરોડથી વધુ યાત્રાળુઓ દર્શનાર્થે આવતા હોય તેમજ શિવરાજપુર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ સહિતના તીર્થક્ષેત્રો અને પ્રવાસન ક્ષેત્રનો સતત વિકાસ થઈ રહેલ હોય પ્રવાસીઓની સતત વધતી મુલાકાતો જોતાં તેમજ અહીના દરીયાઈ વિસ્તારમાં ભુગર્ભ જળની બદલાતી પરિસ્થિતિ જોતાં ડીસેલીનેશન પ્લાન્ટ વડે દરીયાઈ પાણીને ઉપયોગલાયક બનાવી મીટર સપ્લાયથી અહીના હોટેલ ઉદ્યોગ માટે ર4 કલાક મીટર વડે પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવા વિશેષ રજૂઆત કરાઈ હતી.

આ ઉપરાંત દ્વારકાને મળતી કેન્દ્ર, રાજ્ય સહિતની વિવિધ ગ્રાન્ટનું એકત્રીકરણ કરી એક જગ્યાએથી મેનેજમેન્ટ, ઉપયોગ તેમજ કરેલ કામગીરીનું મેન્ટેનન્સ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવા પણ રજૂઆત કરાઈ છે. આ સાથે ટેમ્પલ સ્કવેર યોજના અમલીકરણ, દ્વારકાની ફરતે રીંગ રોડનું નિમર્ણિ, રખડતા ઢોરનું નિરાકરણ, અદ્યતન પબ્લીક ટોઈલેટ બ્લોકની સુવિધા, દરીયાઈ પ્રવાસન અને વોટર સ્પોર્ટસની સુવિધા, રાજાધિરાજ મ્યુઝીયમ અને લેસર શો, રાવળા તળાવ અને ઓડીટેરીયમ, પાર્કિંગ મેનેજમેન્ટ, માર્કેટીંગ સપોર્ટ તેમજ હોપ ઓન હોપ ઓફ બસ સુવિધા ઊભી કરવાથી દ્વારકા ક્ષેત્રના ટુરીઝમ આધારિત સવર્ગિી વિકાસના સરકારનો અભિગમ ખરા અર્થમાં વેગવંતો બનશે અને સમગ્ર ક્ષેત્રનો વિશ્વકક્ષાના ટુરીઝમ હબ તરીકે વિકાસ થશે તેવી રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીની હોટલ એસો. સાથેની ઉષ્માભરી મુલાકાત બાદ દ્વારકા ક્ષેત્રના વિકાસમાં નવી યશકલગીઓનો ઉમેરો થશે તેવો આશાવાદ બુદિધજીવીઓ દ્વારા વ્યક્ત કરાઈ રહયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)