રાજકોટ હાઇવે બ્રિજમાં ૫૦૦ મીટરની જગ્યાએ ૩.૫ કિલોમીટરનો સર્વિસ રોડ બનાવવા રજૂઆત

  • June 06, 2023 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિપક્ષી નેતા ધવલ નંદાએ મ્યુ.કમિશ્નરને લખેલો પત્ર

છેલ્લા કેટલાક સમયથી લાલપુર બાયપાસ ચોકડી પાસે ફલાય ઓવરબ્રિજનું કામ ચાલું થઇ ગયું છે તેમાં સર્વિસ રોડ ૪ કિલોમીટરનો અને ખંભાળીયા સાઇડ ૩.૫ કિલોમીટરનો તેમજ રાજકોટ હાઇવેમાં ૫૦૦ મીટરનો પ્લાન છે જયારે રાજકોટ હાઇવેમાં ૫૦૦ મીટરની જગ્યાએ ટ્રાફિકની સમસ્યા કે કોઇ અકસ્માત ન થાય તે માટે ૫૦૦ મીટરની જગ્યાએ ૩.૫ કિલોમીટરનો સર્વિસ રોડ બનાવવાની માંગણી જામ્યુકોના વિપક્ષી નેતા ધવલ નંદાએ મ્યુ.કમિશ્નરને લખેલા પત્રમાં માંગ કરી છે.
આ પત્રમાં જણાવાયું છે કે, રાજકોટ હાઇવેમાં જિલ્લા પંચાયતનગર કચેરી અને રેસીડેન્ટ વિસ્તાર તેમજ હાઇવેમાં મોરકંડા રોડ, મોરકંડા, પતારીયા, ખીમલીયા તેમજ હાઇવેમાં અનેક ગામો આવતા હોય તે બધા ગામોની રાજકોટ હાઇવેમાં અવરજવર ચાલું છે ત્યારે ૩.૫ કિલોમીટરનો સર્વિસ રોડ બનાવવામાં આવે એવી અમારી માંગણી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application