જામનગર તાલુકાના હર્ષદપુર, મોખાણ, ખીમલીયા રોડ પર મેજર બ્રિજ બનાવવા રજૂઆત

  • July 08, 2021 09:54 AM 

સરમત ગામથી પાટીયા સુધીના રસ્તાને ડામર પેચ વર્ક કરવાની નાયબ મુખ્યમંત્રીને રજૂઆત કરતા ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ

જામનગર તાલુકાના હર્ષદપુર, મોખાણ, ખીમલીયા રોડ પર ચેઇનેઝ કી.મી.2 થી 3  વચ્ચે નાગમતી નદી પર સીડી 3/1 કોઝવે આવેલ છે, આ કોઝવેના કારણે વાહન-વ્યવહારમાં ખુબ જ મુશ્કેલી પડે છે અને ચોમાસામાં ભારે વરસાદ હોય ત્યારે વાહન-વ્‌યવહાર ખોરવાય જાય છે માટે કોઝવેની જગ્યાએ મેજર બ્રિજ બનાવવો ખુબ જ જરી હોય મેજર બ્રીજ બનાવવા રજૂઆત કરેલ છે.

જામનગર તાલુકાના સરમત ગામથી સરમતના પાટીયા સુધીના રસ્તામાં ખુબ જ ગાબડા પડી ગયેલ છે, જેના કારણે વાહન-વ્યવહારમાં ખુબ જ મુશ્કેલી પડે છે, આ રસ્તા પર પડેલ ગાબડા પુરવા માટે પેચ વર્ક કરવાની જરીયાત હોવાથી આ રસ્તા પર પેચ વર્ક કરવા માટે નાયબ મુખ્યમંત્રીને જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે રજૂઆત કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS