દક્ષિણ ભારતીય ભોજનનો સ્વાદ દેશભરમાં ફેલાયેલો છે. જ્યારે પણ હેલ્ધી ફૂડનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે લોકો દક્ષિણ ભારતીય ફૂડને પ્રાથમિકતા આપે છે. ખાસ કરીને ઈડલી અને ઢોસા, મોટાભાગના લોકો તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે. મોટી મોટી હસ્તીઓ પણ નાસ્તામાં ડોસા કે ઈડલી ખાવાનું પસંદ કરે છે. તેને બનાવવું જેટલું સરળ છે, તેટલું જ તે સ્વાદિષ્ટ છે.
પરંપરાગત રીતે બનાવવામાં આવે છે, તો તમારે અડદની દાળ અને ચોખાની જરૂર પડશે, પરંતુ જો તમે ઇન્સ્ટન્ટ ઇડલી બનાવવા માંગતા હોવ તો પૌવાનો ઉપયોગ કરીને ઇડલી તૈયાર કરી શકો છો. પૌવા ઈડલી બનાવવી પણ ખૂબ જ સરળ છે, તે દાળ-ચોખાની ઈડલી કરતા પણ બાવવી સરળ છે.
પૌવામાંથી ઈડલી બનાવવા માટેની સામગ્રી
પૌવા - 1 કપ
રવો - 1 કપ
દહીં - 1 કપ
મીઠું - સ્વાદ મુજબ
ઈનો - 1 ચમચી
તેલ
રેસેપી
પૌઆમાંથી ઈડલી બનાવવા માટે પહેલા પૌવાને સારી રીતે ધોઈ લો અને લગભગ 10 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. આ પછી તેને પાણીમાંથી કાઢી લો અને પૌવાને પીસીને તેની ઘટ્ટ પેસ્ટ બનાવો. પૌવાની પેસ્ટ તૈયાર કર્યા પછી તેને એક મોટા વાસણમાં લઈ તેમાં રવો અને દહીં મિક્સ કરો. આ મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને ઘટ્ટ બેટર તૈયાર કરો. જો તે ઘટ્ટ થઈ ગયું હોય તો તેમાં થોડું પાણી મિક્સ કરો.
આ બેટરને 15-20 મિનિટ ઢાંકીને રાખો, જેથી રવો બરાબર ફૂલી જાય. 20 મિનિટ પછી બેટરમાં મીઠું ઉમેરો. હવે ઈડલી સ્ટીમર તૈયાર કરો. સ્ટીમરમાં પાણી ભરીને ગેસ પર મૂકો, જેથી પાણી ઉકળે. આ સાથે ઈડલીની ડીસમાં હલકું તેલ લગાવો.
એકવાર તમે ઈડલી સ્ટીમર તૈયાર કરી લો અને પાણી ઉકળવા લાગે, પછી બેટરમાં ઈનો ઉમેરો અને તરત જ સારી રીતે મિક્સ કરો. ઈનો ઉમેર્યા પછી બેટર વધવા લાગશે. હવે ઈડલીના દરેક મોલ્ડમાં બેટર રેડો, પરંતુ મોલ્ડ સંપૂર્ણપણે ન ભરાઈ જાય તેનું ધ્યાન રાખો.
હવે તેને મધ્યમ તાપ પર 10-15 મિનિટ સુધી વરાળથી બાફી લો. ત્યારબાદ છરી નાખીને ઈડલી ચેક કરો. જો તે સાફ થઈ જાય તો ઈડલી તૈયાર છે. ઈડલી તૈયાર થાય એટલે તેને બહાર કાઢી સાંભાર સાથે સર્વ કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech