જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ ઉત્સાહભેર તૈયારી

  • November 07, 2024 12:30 PM 

"છોટી કાશી" જામનગ૨માં ૨૨૫ મી જલારામ જયંતિ પ્રસંગે રઘુવંશી સમાજના સમૂહ ભોજન (નાત) ની ઉત્સાહભેર તૈયારી


“છોટી કાશી" જેવું ધર્મપારાયણ ઉપનામ ધરાવતા જામનગર શહેરના આંગણે શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ ૨૨૫મી જલારામ જયંતિ અવસરની ઉજવણી અંતર્ગત યોજાતા સમસ્ત લોહાણા સમાજના જ્ઞાતિ સમૂહ ભોજન(નાત) સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.


સંતશિરોમણી ૫.પૂ. જલારામબાપાની ૨૨૫મી જલારામ જયંતિની ઉજવણી પ્રસંગે લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન(નાત) સહિતના કાર્યક્રમોની તૈયારીઓ શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સ્થાપક સદસ્યો જીતુભાઈ લાલ સહિત રમેશભાઈ દતાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, રાજુભાઈ હિંડોચા, મધુભાઈ પાબારી, મનીષભાઈ તન્નાના નેજા હેઠળ નવનિયુકત જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સદસ્યો સૌરભ ડી. બદિયાણી, ધવલ સોનછાત્રા, નિલ મોદી, રાજુ કાનાબાર, હસિત પોપટ, વ્યોમેશ લાલ, ધૈર્ય મપારા, કૌશલ દતાણી, રાજદિપ મોદી, હિરેન રૂપારેલીયા, નિશિત રાયઠઠા, વિશાલ પોપટ, રવિ અઢીયા દ્વારા ઉત્સાહભેર "જલારામનગર", એમ.પી.શાહ કોમર્સ કોલેજના મેદાન પર પૂરજોશમાં ચાલી રહી છે.


વધુમાં દરેક જ્ઞાતિજનોએ ખાસ નોંધ લેવી કે જલારામ જયંતિના દિવસે સમૂહ ભોજન સ્થળે ખાસ E-KYC કરવા માટેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જેને E-KYC અપલોડ કરાવવાના હોય તેઓએ તેમના આધારકાર્ડ, પાનકાર્ડ, રાશનકાર્ડ, ચૂંટણીકાર્ડ અસલ તથા એક ઝેરોક્ષ તેમજ રજીસ્ટડ મોબાઈલ નંબર સાથે રાખી આ કેમ્પમાં ભાગ લઈ શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application