દ્વારકામાં ભગવાન કૃષ્ણ-રુક્મિણીના લગ્નોત્સવની તૈયારીઓ

  • April 05, 2025 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમવારે ભવ્ય વરઘોડો, મંગળવારે ઘ્વજારોહણ તથા બુધવારે રુક્મિણી મંદિરમાં લગ્નવિધિ

પવિત્ર યાત્રાધામ દ્વારકામાં ચૈત્ર સુદ નૌમથી અગિયારસ દરમિયાન દ્વારકાધીશજી અને રુક્મિણીજીનો ભવ્ય લગ્નોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ પરંપરાગત ઉત્સવ દર વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવે છે.

તા. ૭ મી એપ્રિલે સવારે ૯થી ૧૨ દરમિયાન રુક્મિણી માતાજીના મંદિરે અગિયારી અને ગ્રહશાંતિનો કાર્યક્રમ યોજાશે. સવારે ૧૧થી ૧૨ વાગ્યા સુધી માતાજીના છપ્પનભોગ મનોરથ દર્શન થશે. સાંજે ૭થી ૯ વાગ્યા સુધી દ્વારકાધીશના જગતમંદિરેથી રૂક્મિણી માતાજીનો વરઘોડો નીકળશે.

તા. ​​​​​​​૮ મી એપ્રિલે સવારે ૭થી ૯ વાગ્યા સુધી દ્વારકાધીશ જગતમંદિર અને રૂક્મિણીજી મંદિરે ધ્વજારોહણ થશે. સાંજે ૭ થી ૯:૩૦ દરમિયાન રૂક્મિણી મંદિરના પટાંગણમાં વિવાહ વિધિ યોજાશે. રાત્રે ૮:૩૦થી ૧૦ વાગ્યા સુધી ગુગ્ગુળી બ્રાહ્મણ બ્રહ્મપુરીમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

રૂક્મિણી માતાજીના વારાદાર પૂજારી અરુણભાઈ દવે અને કંદર્પભાઈ દવેએ સર્વ દ્વારકાવાસીઓને લગ્નોત્સવમાં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું છે. આ વર્ષે સમગ્ર રુક્મિણી વિવાહ ઉત્સવના મુખ્ય યજમાન અમદાવાદના ચિરાગભાઈ પટેલ પરિવાર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application