ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગામી પાંચ જૂનના રોજ રાજકોટ ખાતે સંભવિત મુલાકાતના આયોજન અંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં અન્ન, નાગરિક અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ કાર્યક્રમના આયોજન સંબંધી વિગતો મેળવતા ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ થનારા વિવિધ વિકાસ કામોનો મહત્તમ લાભ સામાન્ય નાગરિકો સુધી પહોંચે, તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે કાર્યક્રમ અંતગર્ત મુખ્યમંત્રીના હસ્તે જેટકો- પાણીપુરવઠા-મહાપાલિકા-સ્પોર્ટસ વગેરે વિભાગોના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે. જેના સુચારુ આયોજન અંગે ઉપસ્થિત અધિકારીઓને મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ, આમંત્રણ પત્રિકા, પીવાના પાણી, બેઠક વ્યવસ્થા અને પાર્કિંગ તથા અન્ય આનુષાંગિક કામો અંગે ઝીણવટભરી વિગતોની ચર્ચા કરી તૈયારીઓ સત્વરે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. સિંચાઇ, વન, રમત-ગમત, પોલીસ, જેટકો, પાણી પુરવઠા, સેનિટેશન વગેરે સંલગ્ન વિભાગોના અધિકારીઓને સમગ્ર કાર્યક્રમ સંદર્ભે પોતાની કામગીરીનું ચુસ્ત આયોજન કરવા કલેકટરએ તાકીદ કરી હતી.
આ બેઠકમાં મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, સંસદ સભ્ય રામભાઇ મોકરીયા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા અને દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે તેમજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રાદેશિક નગરપાલિકા નિયામક મહેશ જાની, આસિસ્ટન્ટ કલેક્ટર મહેક જૈન, નિવાસી અધિક કલેક્ટર ગૌતમ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે. મુછાર, રૂડાના સીઈઓ જી.વી. મિયાણી, ડેપ્યુટી કલેક્ટર દિલીપસિંહ વાળા તથા ઇશિતા મેર, પ્રાંત અધિકારી ચાંદની પરમાર, વાહન વ્યવહાર અધિકારી કેતન ખપેડ, આયોજન અધિકારી નીતિન ટોપરાણી, પુરવઠા અધિકારી રાજેશ્રી વંગવાણી તથા સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીના હસ્તે ૧૭ વિકાસકામોના ખાતમુહૂર્ત કરવા તૈયારી
(૧) વોર્ડ નં.૪માં જયપ્રકાશ નગર સહિતના વિસ્તારોમાં પેવિંગ બ્લોક
(૨) વોર્ડ નં.૪ ની વિવિધ સોસાયટીઓમાં મેટલિંગ કામ (૩) વોર્ડ નં.૪માં ભગવતી પરા મેઇન રોડ તેમજ મોરબી રોડ ઉપર ડેવલપમેન્ટના કામો
(૪) વોર્ડ નં.૬માં મહિકા મેઈન રોડ સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ લાઈન અપગ્રેડેશન
(૫) વોર્ડ નં.૧૬માં બાપુનગર સ્મશાન આધુનિકરણ
(૬) વોર્ડ નં.૧૬માં સીસી રોડ તથા પેવિંગ બ્લોકના કામો
(૭) વોર્ડ નં.૧૮માં ટોયલેટ બ્લોક બનાવવાનું કામ
(૮) વોર્ડ નં.૨માં મ્યુનિ.પાર્ટી પ્લોટ ડેવલપ કરવાનું કામ
(૯) વોર્ડ નં.૭માં કિશોરસિંહજી શાળાના રેટ્રોફીટિંગ તથા રીનોવેશનનું કામ
(૧૦) બોર રિચાર્જ સિસ્ટમનું કામ
(૧૧) વોર્ડ નં.૭માં કોમ્યુનિટી હોલ રિનોવેશન, શિક્ષણ સમિતિ સ્ટાફ ક્વાર્ટર્સ તથા સ્ટાફ ઓફિસ બનાવવાનું કામ
(૧૨) વોર્ડ નં.૧માં મચ્છુનગર આવાસ યોજનામાં આંગણવાડી તથા કમ્પાઉન્ડ વોલનું કામ
(૧૩) વોર્ડ નં.૧માં ઘંટેશ્વર ગામ તળમાં ડીઆઇ લાઇનનું કામ
(૧૪) મુંજક પોલીસ સ્ટેશનથી નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ સુધી એલઇડી લાઇટ્સનું કામ
(૧૫) ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ૨૫ એમએલડી કેપેસિટીનો ફિલ્ટર પ્લાન્ટ
(૧૬) ભાદર યોજનાના ગોંડલ પંપિંગ સ્ટેશનમાં પેનલ રૂમ બનાવવાનું કામ
(૧૭) વોર્ડ નં.૭ની ઓફિસનું રિનોવેશન કરવાનું ખાતમુહૂર્ત
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: RCB બન્યું ચેમ્પિયન, ચાહકોનું 18 વર્ષ પછી ટાઇટલ જીતવાનું સપનું સાકાર થયું
June 03, 2025 11:24 PMપુતિન સાથે થઈ ગયો વધુ એક ખેલ, ઝેલેન્સકીને મળ્યું NATOની સૌથી મોટી બેઠકનું આમંત્રણ
June 03, 2025 07:39 PMFD ધારકોને ઝટકો! આ બે મોટી બેંકોએ વ્યાજ દરમાં કર્યો ફેરફાર
June 03, 2025 07:25 PMક્રિકેટનો ક્રેઝઃ IPL ફાઇનલ માટે મોદી સ્ટેડિયમ હાઉસફુલ, ફેન્સનો જોશ હાઈ
June 03, 2025 07:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech