તા.૧૬ જુલાઈએ અષાઢી બીજ નિમિત્તે જૂનાગઢમાં જગન્નાથજી મંદિરેથી રથયાત્રા નીકળશે. રથયાત્રાની પૂર્વ તૈયારી સંદર્ભે જગન્નાથજી રથયાત્રા સમિતિના દ્રારા મંદિરે બેઠક યોજાઈ હતી.
ગંધ્રપવાડામા આવેલ જગન્નાથજી મંદિરે યોજાયેલી બેઠકમાં કાર્યકરોએ રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, સ્વયંસેવકોની જવાબદારીઓ, ટ્રાફિક વ્યવસ્થા, પ્રસાદ વિતરણ, સહિતની વિવિધ બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત સભ્યોએ રથયાત્રાનુ સફળતાપૂર્વક આયોજન થાય તે માટે સૂચનો રજૂ કર્યા હતા. બેઠકમાં સોરઠીયા વાણદં સમાજના પ્રમુખ બિપિન ભટ્ટી, મંત્રી રાજેન્દ્ર ભાઈ ચુડાસમા, વિજય ચુડાસમા, જયેશભાઈ કુબાવત, આવળભાઈ ખટાણા, ભદ્રેશભાઈ પરમાર, પાર્થ ભટ્ટી, મોહિતભાઈ વાજા, રાજીવભાઈ પરમાર સહીતનાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં