આવતીકાલે પરશુરામ એવોર્ડ ૨૦૨૫ અર્પણ સમારોહની તૈયારીઓને આખરી ઓપ

  • April 01, 2025 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરશુરામ યુવા સંસ્થાન દ્વારા સંસ્થાનના આદ્ય સ્થાપક રાજ્યસભાના સાંસદ વરિષ્ઠ ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજના જન્મદિવસ નિમિત્તે આવતી કાલે તા.૦૨/ ૦૪/ ૨૦૨૫ ને બુધવારના રોજ કાલાવાડ રોડ સ્થિત બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર, પ્રમુખ સ્વામી સભાગૃહમાં સમાજને નોંધપાત્ર યોગદાન આપનારા પાંચ વ્યક્તિ વિશેષ ભૂદેવને પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ ૨૦૨૫ને સફળ બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ કાર્યક્રમમાં પરશુરામ યુવા સંસ્થાના અંશ ભારદ્વાજ દ્વારા બ્રહ્મસમાજના વિવિધ તડગોળની, બ્રહ્મસમાજની વિવિધ સંસ્થાઓની અને બ્રાહ્મણ વકીલો સહિતની ગ્રુપ મીટીંગ યોજાઇ રહી છે. જેમાં તમામ સંસ્થાઓના તથા બ્રહ્મસમાજના વિવિધ તડગોળનાં વડાઓએ અને બ્રહ્મસમાજના સિનિયર વકીલોએ અભયભાઈના કાર્યક્રમને સફળ બનાવવા હાકલ કરી છે. પરશુરામ યુવા સંસ્થાન દ્વારા સમસ્ત બ્રહ્મસમાજના તમામ બ્રહ્મપરિવારોને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. અભયભાઈનો કાર્યક્રમ હોવાથી અભયભાઈનાં સમાજ પ્રત્યેનું યોગદાનને ધ્યાને લઈને સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી આવતી કાલે ભૂદેવો મોટી સંખ્યામાં કાર્યક્રમમાં પધારી કાર્યક્રમની શોભા વધારશે.

જેમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને તેમજ બી.એ.પી.એસ. સ્વામીનારાયણ સંસ્થાના સંતો તથા સત પુરણધામ ઘુનડા આશ્રમ, ભુવનેશ્વરીપીઠ ગોંડલ અને કાળભૈરવ મંદિર પાલીતાણાના મહંતશ્રીઓ ઉપસ્થિત રહેનાર છે .આ તકે પરશુરામ યુવા સંસ્થાન દ્વારા કાર્યક્રમનાં સંદર્ભમાં વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સંસ્થાન દ્વારા કાર્યક્રમમાં વિશેષરૂપે ટેક્નોલોજીનો ઉપયોગ કરી ઓડિયો વિઝ્યુઅલ સીસ્ટમને અનુરૂપ સમારોહની વ્યવસ્થા આયોજીત કરવામાં આવી છે. સાથે જ આ વર્ષ સંપુર્ણ કાર્યક્રમની થીમ વ્યસનમુકિતનાં સંદેશથી સુશોભીત કરવામાં આવી છે. સંસ્થાન દ્વારા સર્વ બ્રહ્મપરીવારો અને મહેમાનો માટે સમારોહની પૂર્ણતાએ પ્રસાદની વ્યવસ્થા રાખેલ છે. સાથે જ સંસ્થાન દ્વારા સમારોહમાં પધારતા બ્રહ્મપરીવારો અને મહેમાનોના વાહોનોની પાર્કિંગ વ્યવસ્થા ઘ્યાને રાખીને પાર્કિંગ માટે મહિલા કોલેજનાં મેદાનમાં પાર્કિંગની વ્યવસ્થા સંસ્થાન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. કાર્યક્રમને સફળ બનાવવા પરશુરામ યુવા સંસ્થાનની નિરંજનભાઈ દવે તથા અભયભાઈ ભારદ્વાજની ઓફિસ ટીમ સાથે બ્રહ્મ વકીલ મિત્રો સાથે મળીને સમારોહની તડામા૨ તૈયારીઓ પૂર્ણ કરી આખરી ઓપ આપી રહ્યા છે. કાર્યક્રમની પૂર્વ સંઘ્યાએ કાર્યક્રમને સફળ બનાવવા અંશભાઈ ભારદ્વાજ દ્વારા કાર્યકર્તાઓ માટે આખરી બેઠક બોલાવવામાં આવી છે. અને બ્રહ્મપરીવારોને પરિવાર સમેત પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application