અમદાવાદ બનશે સ્પોટર્‌સ હબ: ઓલિમ્પિક ગેમ્સ 2036ની તૈયારી પૂરજોશમા

  • October 20, 2023 03:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતે 2036ની ઓલિમ્પિક ગેમ્સને ધ્યાનમાં રાખીને તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત સરકારે 600 એકર જમીન નક્કી કરીને ઓલિમ્પિક માટે કામ શરૂ કર્યું છે. 2021માં અમદાવાદમાં સરદાર પટેલ સ્પોટ્ર્સ એન્ક્લેવનો શિલાન્યાસ થયો ત્યારથી ગુજરાતમાં ઓલિમ્પિકની તૈયારીઓની ચચર્િ જોરશોરથી ચાલી રહી છે. ગયા અઠવાડિયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે મુંબઈમાં તેની સત્તાવાર જાહેરાત કરી હતી. મુંબઈમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાનીની તૈયારી કરી રહ્યું છે.


ઓલિમ્પિક ગેમ્સ માટે ગુજરાત સૌથી મહત્વની ભૂમિકા ભજવશે અમદાવાદમાં સમગ્ર માસ્ટર પ્લાનની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે અને તેને કેન્દ્રની મંજૂરી પણ મળી ગઈ છે.
આ વખતે સરકારે એ જ વૈશ્વિક એજન્સીને કામ સોંપ્યું છે જેણે છેલ્લા 3 ઓલિમ્પિક માટે કામ કર્યું હતું, પરંતુ આ વિષય પર સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.


સ્પોટર્‌સ એન્ક્લેવનું કામ પૂરજોશમાં
અમદાવાદના સરદાર પટેલ સ્પોટ્ર્સ એન્ક્લેવનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરની આસપાસ ચાર સ્થળો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં ઓલિમ્પિક ગેમ્સ યોજી શકાય. આ માટે રાજ્યના 33 સ્થળોની યાદી બનાવવામાં આવી હતી જેમાં વોટર સ્પોટ્ર્સ માટે શિવરાજપુર, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સુરતનો દરિયાઈ વિસ્તાર પસંદ કરવામાં આવ્યો છે.


નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવાશે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે સંભવિત ઓલિમ્પિક વિલેજ બનાવવામાં આવશે. સરદાર સ્પોટ્ર્સ એન્ક્લેવ રમતગમતનું મુખ્ય કેન્દ્ર બનશે. આ સ્પોર્ટસ એન્ક્લેવમાં 20 થી વધુ સ્પોટ્ર્સ યોજવાની તૈયારીઓ ચાલી રહી છે. તમામ તૈયારીઓ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતે બે મોટી બેઠકો યોજી છે. ગૃહમંત્રીના નેતૃત્વમાં તમામ તૈયારીઓ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application