પોરબંદરમાં યોજાનાર ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના આયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
ભાગ્ય વિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટ-પોરબંદર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ છે. આગામી તા. ૨૫-૧૧-૨૦૨૪ને સોમવારથી તા. ૧-૧૨-૨૦૨૪ રવિવાર સુધી પોરબંદરના આંગણે ભગવદ્ સપ્તાહ યોજાશે. સપ્તાહના આયોજન સ્વપે વિવિધ સમાજ અને સંસ્થાઓના પ્રમુખ તેમજ મંત્રીની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયુ છે. આ ભાગવત સપ્તાહમાં વિશ્ર્વ વિખ્યાત કથાકાર પૂજ્ય ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના કૃપાપાત્ર શિષ્ય શ્યામભાઇ ઠાકર વ્યાસપીઠ ઉપરથી કથાનું રસપાન કરાવશે. કથા દરમિયાન શ્રોતાઓ અને ભાવિક ભકતો માટે દરરોજ જાહેર પ્રસાદ અને મહાપ્રસાદનું આયોજન કરાયુ છે.
આગામી રવિવારે સંસ્થાઓ, જ્ઞાતિ સમાજોની યોજાશે બેઠક
જેના ભાગપે આગામી તા. ૨૯-૯-૨૦૨૪ને રવિવારે સાંજે ૫:૩૦ કલાકે અગત્યની બેઠકનું આયોજન કરાયુ છે. જે બેઠકમાં વિવિધ જ્ઞાતિ સમાજોના તેમજ સંસ્થાઓના પ્રમુખ, મંત્રી, આગેવાનો, વડીલોને ઉપસ્થિત રહેવા ભાવભર્યુ જાહેર આમંત્રણ પાઠવાયુ છે. આ બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ અગાઉથી જાણ કરવા અનુરોધ કરાયો છે. બેઠકમાં ઉપસ્થિત થતા પહેલા ધવલભાઇ દવેના મો. ૬૩૫૩૫ ૦૫૦૩૭ અને હરપાલસિંહ સરવૈયાના મો. ૯૮૭૯૬ ૪૦૩૧૪ ઉપર અગાઉથી જાણ કરવાની રહેશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહના આયોજન અન્વયે સોરઠીયા ધોબી સમાજની વાડી, બીરલારોડ, પોરબંદર ખાતે તા. ૨૯ને રવિવારે સાંજે ૫:૩૦ કલાકે યોજાશે. બેઠક પૂર્ણ થયા બાદ તમામ મહેમાનો માટે સ્વચિ ભોજનનું પણ આયોજન કરાયુ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્યના મહામહીમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ભાગવત સપ્તાહના ભગીરથ પ્રસંગે સવિશેષ ઉપસ્થિત રહે તેવા પ્રયાસો પણ ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયા છે. આયોજન બેઠકને સફળ બનાવવા સંસ્થાપક પ્રમુખ નિરવભાઇ દવે જહેમત ઉઠાવી રહ્યા છે. શ્રીમદ્ ભાગવત સપ્તાહના પુણ્યકાર્યને સફળ બનાવવા માટે ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક પ્રમુખ અને મેનેજીંગ ટ્રસ્ટી નિરવભાઇ દવે. મો. ૯૯૭૮૪ ૪૦૧૪૨, ઉપપ્રમુખ રીટાબેન દવે મો. ૯૯૭૮૪ ૦૬૩૧૮, ગીરીશભાઇ વ્યાસ મો. ૯૮૨૪૨ ૮૪૨૪૦, દિનેશભાઇ કોઠારી મો. ૯૮૨૫૭ ૬૩૦૭૩, મંત્રી ધવલભાઇ દવે મો. ૬૩૫૩૫ ૦૫૦૩૭, દેવવ્રતભાઇ જોષી મો. ૯૦૩૩૯ ૦૪૯૫૪, દેવેન્દ્રભાઇ પંડયા મો. ૯૬૬૨૪ ૫૮૮૮૮, કારોબારી સભ્યો ભાવિશાબેન જાની, રેખાબેન બળેજા, ચંદ્રિકાબેન તન્ના, મિતાબેન થાનકી, અશોકભાઇ મહેતા, સુરજભાઇ લાખાણી, હરપાલસિંહ સરવૈયા, સંજયભાઇ માળી સહિતના ટ્રસ્ટીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ
March 31, 2025 11:44 AMડંકી રૂટથી યુએસમાં માનવ તસ્કરી કરતા મુખ્ય આરોપીની ધરપકડ
March 31, 2025 11:43 AMખંભાળિયામાં રિક્ષામાં ચોરખાનું બનાવીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
March 31, 2025 11:42 AMભાણવડમાં અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધ ઇજાગ્રસ્ત
March 31, 2025 11:40 AMઆવતી કાલથી નવું નાણાકીય વર્ષ થશે શરૂ: બદલાતા નિયમોની અસર તમારા ખિસ્સા પર
March 31, 2025 11:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech