રૂડામાં અંદાજપત્રના અપૂર્ણ લક્ષ્યાંકો વચ્ચે નવા બજેટની તૈયારી શરૂ કરાઇ

  • December 25, 2023 03:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ચાલું નાણાંકીય વર્ષ 2023-2024ના અંદાજપત્રના લગભગ મોટાભાગના અપૂર્ણ લક્ષ્યાંકો વચ્ચે નવા નાણાંકીય વર્ષ 2024- 2025ના બજેટની તૈયારી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. રૂડામાં હજુ તો નવા નાણાંકીય વર્ષના બજેટની તૈયારી શરૂ થઇ ત્યાં તાજેતરમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટીની બદલી થતા હવે કામગીરી ખોરંભે પડી છે, હવે નવા અધિકારી ચાર્જ સંભાળે ત્યારબાદ કામગીરી આગળ ધપશે. રૂડામાં છેલ્લા એકાદ વર્ષના સમયગાળાથી ડીઆરડીએના નિયામક ઠુમ્મર ઇન્ચાર્જ સીઇએ તરીકે કાર્યરત હતા હવે તેમના સ્થાને રેગ્યુલર ચાર્જમાં જી.વી.મિયાણીની નિમણુંક કરાઇ છે તેમણે હજુ ચાર્જ સંભાળ્યો નથી પરંતુ ચાલુ સપ્તાહમાં ગમે ત્યારે ચાર્જ
સંભાળે તેવી શકયતા છે. મહત્વપૂર્ણ છે કે ચાલુ વર્ષના બજેટમાં સૂચવેલા જમીન વેંચાણ, ટીપી રોડ નેટવર્ક, નવી હોર્ડિંગ સાઇટ્સ ઉભી કરવી સહિતના અનેક કામોના લક્ષ્યાંકો અપૂર્ણ રહ્યા છે.

બારે મહિના રજા જેવો જ માહોલ ધરાવતીડા કચેરીમાં ડિસેમ્બર ઍન્ડનું મિનિ વેકેશન
રાજકોટ મહાપાલિકા જેવું જ અર્બન ડેવલપમેન્ટનું કામ કરતી રૂડા કચેરીમાં આમ તો બારેય મહિના રજા જેવો જ માહોલ હોય છે, કામ કાજ સબબ ગયેલા અરજદારોને સ્ટાફને બદલે ખાલી પડેલા ટેબલ ખુરશીના દર્શન જ થતા હોય છે ! દરમિયાન હાલ શનિ-રવિ-સોમ ત્રણ દિવસની રજાઓનો સુભગ સમન્વય થતા તેમજ તે ઉપરાંત અમુક બે ત્રણ દિવસની તો અમુક ચાર પાંચ દિવસની રજા ઉપર ચાલ્યા જતા હાલ કચેરીમાં ડિસેમ્બરે એન્ડિંગના સમયે મિની વેકેશન જેવો માહોલ સર્જાઇ ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application