સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં 'નેક'ની તૈયારી ૧૮ પેટન્ટ–કોપીરાઇટ વેબસાઈટ પર મૂકી

  • September 11, 2024 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્રારા નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશનમા વધારાના માર્ક મળે તે માટે અત્યારથી જ તૈયારીઓ શ કરી દેવામાં આવી છે. યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા મુજબ નેકના ઇન્સ્પેકશન વખતે રિસર્ચ, પેટન્ટ અને કોપીરાઈટના અલગથી માર્ક મળતા હોય છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના ફાર્મસી અને કેમેસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં આવું ઘણું કામ થયું હોવા છતાં અત્યાર સુધી નેયક સમક્ષ તે પ્રદક્ષિત કરવામાં આવ્યું ન હતું. હવે આવી બાબતોના પણ અલગથી માર્ક મળતા હોવાનું ધ્યાન પર આવતા યુનિવર્સિટી એ આવી ૧૮ એન્ટ્રી વેબસાઈટ પર મૂકી દીધી છે.
આવી જ રીતે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સંલ કોલેજોમાં કે ભવનમાં ફરજ બજાવતા પ્રોફેસરો યારે અન્ય યુનિવર્સિટીઓમાં રિસોર્સ પર્સન તરીકે જતા હોય કે પ્રોફેસરોના રિસર્ચ આંતરરાષ્ટ્ર્રીય જર્નલમાં પ્રસિદ્ધ થયા હોય તેવા કિસ્સામાં પણ અલગથી માર્ક મળતા હોવાથી આવા ૫૯ સર્ટિફિકેટ પણ યુનિવર્સિટીની વેબસાઈટ પર અપલોડ કરી દેવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં ગઈકાલે આઇકયુએસીની એક બેઠક મળી હતી અને તેમાં આ તમામ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. નવા એકટ પ્રમાણે પોસ્ટ ગ્રેયુએશનમા નવા અભ્યાસક્રમ ઘડવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને તેમાં એવું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે રાયની દરેક યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેયુએશનનો કોર્સ ૭૦ ટકા સમાન રહેશે યારે ૩૦ ટકા સ્થાનિક જરિયાતને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવશે.
આઈકયુએસીની આ બેઠકમાં સમાન અભ્યાસક્રમ, પેટન્ટ બાંધકામ ઈ– કન્ટેન્ટ અને ડેવલપમેન્ટના જુદા જુદા મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. ઈકન્ટેન્ટ માટે ડેવલપમેન્ટ માટે કોઈ સ્ટુડિયો ન હોવાથી અત્યારે કામ થઈ શકતું નથી અને આ પરિસ્થિતિમાં યારે યુનિવર્સિટીની પોતાની નવી કાયમી વ્યવસ્થા ઉભી ન થાય ત્યાં સુધી આ પ્રકારની વ્યવસ્થા ભાડે લઈને કામ ચલાવવા માટે પણ ચર્ચા થઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application