સીમાણી ગામે ખેતમજૂરી કરવા આવેલ સગર્ભાનું અચાનક નિપજ્યુ મોત

  • April 02, 2025 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરની ‚પાળી બા લેડી હોસ્પિટલ ખાતે લવાયેલ પરપ્રાંતીય સગર્ભા મહિલાનું અચાનક મોત નિપજતા તેમના પરિવારજનોએ હોસ્પિલના તંત્રની બેદરકારીના કારણે આવુ થયાનું જણાવ્યુ હતુ અને આક્રોશ વ્યકત કર્યો હતો.
બનાવની વિગત એવી છે કે પોરબંદર નજીકના સીમાણી ગામે ખેતમજૂરી કરવા આવેલ ગીતાબેન રામદાસ બડેલી નામના ૩૦ વર્ષના સગર્ભા મહિલાને ગાયનેક પ્રોબ્લેમ થતા સારવાર માટે ‚પાળીબા લેડી હોસ્પિટલ ખાતે લવાયા હતા. આશા વર્કર દ્વારા તેમના પરિવારજનોને એવુ જણાવાયુ હતુ કે ગીતાબેનના ગર્ભમાં ઉછરી રહેલ બાળક મૃત્યુ પામ્યુ હોવાની શકયતા છે માટે તાત્કાલિક હોસ્પિટલે પહોંચી જવું જ‚રી છે પરંતુ ‚પાળીબા લેડી હોસ્પિટલ ખાતે પૂરી તપાસ કર્યા વગર બધુ જ વ્યવસ્થિત હોવાનું જણાવી દેવાયુ હતુ અને દાખલ કરી દેવાયા હતા.
 તેમના પરિવારજનોના આક્ષેપ પ્રમાણે કોઇપણ જવાબદાર ડોકટર આવ્યા ન હતા અને પૂરતી સારવાર આપવામાં આવી ન હતી. મહિલાની તબીયત સારી હોવાનું જણાવ્યુ હતુ પરંતુ અચાનક રાત્રિના સમયે તેમની તબીયત લથડી જતા વહેલી સવારે તેમનું મૃત્યુ થયુ હતુ. પરિવારજનોએ એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલના તંત્રની ઘોર બેદરકારીના કારણે માતા અને બાળકે જીવ ગુમાવ્યો છે તેથી ફરી આવી પરિસ્થિતિનું નિર્માણ થાય નહી તે માટે હોસ્પિટલના બેદરકાર તંત્રને સુધારવુ રહ્યુ તેવી માંગ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application