ગાંધવીના સગર્ભા મહિલાને 108 દ્વારા તાકીદની સારવાર

  • December 12, 2024 11:32 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના ગાંધવી વાડી વિસ્તારમાં એક શ્રમિક પરિવારની સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપાડતા આ અંગે તેણીના પરિવારજનો દ્વારા 108 ને જાણ કરવામાં આવી હતી. જેથી હર્ષદ 108 ની ટીમએ તાત્કાલિક આ સ્થળે પહોંચી જઈ અને સગર્ભા મહિલા દર્દીની તપાસ કરતા સ્થળ પર જ ડિલિવરી કરવાની ફરજ પડી હતી. આથી 108 ના પાયલોટ પરબત મોરી તથા ઈ.એમ. ટી. પ્રતાપ ઓડેદરા દ્વારા ડોક્ટરના માર્ગદર્શન મુજબ જરૂરી તેણીને જરૂરી સારવાર આપીને નજીકની કલ્યાણપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application