સમયર્યાદામાં સાધન ખરીદ કરી જરૂરી સાધનિક દસ્તાવેજો રજૂ કરવાના રહેશે
ખેતીવાડી ખાતાની વિવિધ યોજનામાં લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ લોન્ચ કરવામાં આવેલ છે. ખેડૂતો માટે આઈ- ખેડૂત-૨.૦ પોર્ટલ ઓનલાઈન અરજી કરવા માટે વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટે તા:૨૪/૦૪/૨૦૨૫ થી તા:૧૫/૦૫/૨૦૨૫ સુધી ખુલ્લું મુકવામાં આવેલ હતું. જેમાં વર્ષ ૨૦૨૪-૨૫ માં કુલ ૨૦,૩૫૯ અરજીઓ થયેલ જેની સાપેક્ષમાં વર્ષ ૨૦૨૫-૨૬માં ૩૬%ના વધારા સાથે કુલ ૨૭,૭૪૩ અરજીઓ મળેલ છે.
ખેતીવાડી ખાતા દ્વારા મળેલ ઓનલાઈન અરજીઓનો ડ્રો કર્યા બાદ લક્ષ્યાંકની મર્યાદામાં અગ્રતાક્રમ ધરાવતા ખેડૂતોને પૂર્વમંજુરીઓ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પૂર્વમંજુરી મળ્યેથી સમયમર્યાદામાં સાધનની ખરીદી કરી જરૂરી સાધનિક કાગળો સાથેની દરખાસ્ત ખેતીવાડી શાખાને રજુ કરવા તથા ખરીદી કરેલ સાધનના બિલ તેમજ સાધન સાથેના ફોટો આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર અપલોડ કરવાની થશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application