જામનગર યાર્ડના ચેરમેન પદે પ્રવિણસિંહ ઝાલા નિશ્ર્ચિત

  • July 08, 2021 01:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાઇસ ચેરમેન તરીકે જમનભાઇ ભંડેરીનું નામ સૌથી ટોચ પર : આજે 12-00 વાગ્યે સત્તાવાર જાહેરાત થશે

જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના ચેરમેન, વાઇસ ચેરમેનની મુદત પુરી થતા આજે બપોરે 12 વાગ્યે નવા હોદેદારોની વરણી થશે તેમાં યાર્ડના ચેરમેન પદે પૂર્વ નગરસેવક અને સહકારી બેંકના અગ્રણી પ્રવિણસિંહ ઝાલાનું નામ નિશ્ર્ચિત મનાય છે, વાઇસ ચેરમેન પદે ત્રણથી ચાર નામ વિશે ભારે ચચર્-િવિચારણા થઇ હતી હાલમાં વાઇસ ચેરમેન પદે જમનભાઇ ભંડેરીનું નામ સૌથી ટોચ ઉપર ચાલી રહયું છે, જો કે સત્તાવાર જાહેરાત હવે થવાની છે ત્યારે જામનગરના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.

રાજયના પૂર્વ મંત્રી રાઘવજી પટેલ ચેરમેન અને ધીરુભાઇ કારીયા વાઇસ ચેરમેનપદે કાર્યભાર સંભાળી રહયા હતા હવે તેમની મુદત પુરી થઇ ચુકી છે, ગઇકાલે આખો દિવસ ખાનગી મિટીંગનો દોર ચાલુ રહયો હતો અનેક રાજકીય સમીકરણો બદલાયા હતા, જેમાં પ્રવિણસિંહ ઝાલાનું નામ ચેરમેનપદે નિશ્ર્ચિત થયુ હતું જો કે સત્તાવાર જાહેરાત 12 વાગ્યા બાદ થશે.

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીના વાઇસ ચેરમેન પદે ગઇકાલે આખો દિવસ જમનભાઇ ભંડેરી, અરવિંદભાઇ મહેતા, પ્રમોદભાઇ કોઠારી અને તુલસીભાઇ પટેલના નામોની ચચર્-િવિચારણા થઇ હતી, અનેક મથામણો થઇ હતી, વેપારી પેનલ અથવા ખેતીની પેનલમાંથી કોને વાઇસ ચેરમેન બનાવવા તે અંગે અનેક રાજકીય સોગઠા ગોઠવાયા હતા, મોડી રાત સુધી અસમંજસની પરિસ્થીતી જોવા મળી હતી, આ ચારેય ઉમેદવારોમાંથી જમનભાઇ ભંડેરીનું નામ વાઇસ ચેરમેન પદે મોખરાનું રહયું છે.

માર્કેટીંગ યાર્ડનું રાજકારણ ભારે આટાપાટાવાળુ ગણી શકાય, ભુતકાળમાં અનેક રાજકીય સમીકરણો બદલાયા છે, જો કે મોડી રાત્રી સુધી વાઇસ ચેરમેન પદે જમનભાઇ ભંડેરીનું નામ આગળ રહયું છે જો કોઇ નવું રાજકીય સમીકરણ નહીં બદલાય તો ચેરમેન પદે પ્રવિણસિંહ ઝાલા અને વાઇસ ચેરમેનપદે જમનભાઇનું નામ જાહેર થવાની સંભાવના છે.

માર્કેટીંગ યાર્ડનો મોટો કારોબાર હોય, ચેરમેન અને વાઇસ ચેરમેન પદ મેળવવું એ ખુબ જ મહત્વનું ગણાય છે, તાજેતરમાં ડીસ્ટ્રીક કો.ઓપ.બેંકના હોદેદારોની ચુંટણી થઇ હતી અને હવે ટુંકાગાળામાં જ જામનગર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીના મુખ્ય હોદેદારોની આજે વરણી થવાની છે ત્યારે જીલ્લાના રાજકારણમાં ઓચિંતો ગરમાવો આવી ગયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS