મોરકંડામાં હાઇડ્રા ક્રેઇન પલટી મારી જતાં નીચે દબાઈ ગયેલા પ્રૌઢને હાથ-પગમાં ફ્રેકચર સહિતની ઈજા: આંગળા કપાયા

  • September 25, 2023 10:15 AM 

જામનગર નજીક મોરકંડા ગામની સીમમાં એક હાઇડ્રા ક્રેઈન પલટી મારી જતાં તેની નીચે દબાઈ જવા ના કારણે એક પ્રૌઢને હાથ પગમાં ફ્રેકચર થયું છે, જ્યારે ડાબા હાથના આંગળા કપાઈ ગયા છે.


આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોરકંડા ગામની સીમમાં એક સ્ટોન ક્રશર પાસે ઉભેલા જમનભાઈ અકબરી નામના ૫૫ વર્ષના પ્રૌઢ કે જેની બાજુમાં ઉભેલા જી.જે. ૧૦ ટેન સી.ઈ ૧૪૯૪ નંબરના હાઈડ્રા  ક્રેઇનના ચાલકે પોતાની ક્રેઇન પરથી કાબુ ગુમાવી દીધો હતો, અને પલટી મરાવી દીધી હતી.


જેની નીચે દબાઈ ગયેલા જમનભાઈ અકબરીને હાથ અને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા થઈ હતી, જ્યારે તેઓના ડાબા હાથના આંગળા કપાઈ ગયા છે. જે બનાવ અંગે જમનભાઈ ના પુત્ર પાર્થ અકબરીએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application