પ્રજ્ઞાનંદએ વિશ્વના નંબર ૧ પ્લેયર કાર્લસનને હરાવ્યો

  • May 30, 2024 10:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૮ વર્ષના ભારતીય ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનંદે એક મોટી સિદ્ધિ મેળવી છે. આર પ્રજ્ઞાનંદે સ્ટેવેન્જરમાં નોર્વે ચેસ ટુર્નામેન્ટમાં મોટી જીત નોંધાવી છે. આ ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં, આર પ્રજ્ઞાનંદે વિશ્વના નંબર ૧ મેસ કાર્લસનને હરાવ્યો અને તેની પ્રથમ કલાસિકલ જીત નોંધાવી. આર પ્રજ્ઞાનંદ, ગયા વર્ષના એફઆઈડીઇ વલ્ર્ડ કપમાં રનર–અપ હતા, પ્રજ્ઞાનન્ધા કલાસિકલ ચેસમાં કાર્લસનને હરાવનાર ચોથા ભારતીય છે. નોર્વે ચેસ ટૂર્નામેન્ટમાં ત્રીજા રાઉન્ડ પછી તેમની અવિશ્વસનીય જીત બાદ પ્રજ્ઞાનદં ચાર્ટમાં આગળ છે. આર પ્રજ્ઞાનંદે ૯ માંથી ૫.૫ અકં મેળવ્યા છે. યારે અમેરિકાના ફેબિયાનો કાઆના ચીનના ડીંગ લિરેન પર વિજય મેળવ્યા બાદ બીજા સ્થાને છે. યુએસ ગ્રાન્ડમાસ્ટર ફેબિયો કાઆનાએ જીએમ ડીંગ લિરેન સામેની જીત બાદ ત્રણ પોઈન્ટ મેળવ્યા છે. મેસ કાર્લસન હવે નોર્વેજીયન ચેસ ઓપન વિભાગમાં છ ખેલાડીઓના સ્ટેન્ડિંગમાં પાંચમા સ્થાને આવી ગયો છે.
કલાસિકલ ચેસ, જેને ધીમી ચેસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ખેલાડીઓને તેમની ચાલ માટે નોંધપાત્ર સમય આપે છે, જેમાં સામાન્ય રીતે ઓછામાં ઓછો એક કલાક ખેલાડીને મળે છે. કાર્લસન અને પ્રજ્ઞાનંદે આ ફોર્મેટમાં અગાઉના ત્રણ ગેમ ડ્રો કર્યા હતા. એટલું જ નહિ પ્રજ્ઞાનંદની બહેન આર વૈશાલી પણ મહિલા સ્પર્ધામાં ૫.૫ પોઈન્ટ સાથે ટોચનું સ્થાન ધરાવે છે. તેણીએ અન્ના મુઝીચુક સામે તેની રમત ડ્રો કરી હતી. ચોથા રાઉન્ડમાં નાકામુરાનો મુકાબલો પ્રજ્ઞાનદં સામે થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application