ચંદ્રયાન-3ના લેન્ડરમાંથી બહાર આવ્યું પ્રજ્ઞાન રોવર, સફળ લેન્ડિંગ સાથે વિશ્વમાં ભારતનું ગૌરવ

  • August 23, 2023 10:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇતિહાસ રચતા ભારતના ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કર્યું છે. ભારત દેશ આમ કરનાર પ્રથમ દેશ બની ગયો છે. આ સફળતા પર સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ છે.


ભારતમાં ચીનના દૂતાવાસે ચંદ્રયાન-3ને ચંદ્ર પર સફળ ઉતરાણ માટે અભિનંદન પાઠવ્યા છે. ચીનના દૂતાવાસે ટ્વિટ કર્યું કે ચંદ્રયાન-3ના ચંદ્ર પર સફળ ઉતરાણ માટે ભારતને અભિનંદન.


ચંદ્રયાન-3 મિશનના સફળ ઉતરાણ પર આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે જ્યાં ઈચ્છાશક્તિ અને સંકલ્પ હોય છે ત્યાં ચંદ્ર પણ દૂર નથી. ચંદ્રયાન-3ની સફળતા તેને શંકાની બહાર સ્થાપિત કરે છે. આ નોંધપાત્ર સિદ્ધિ માટે ટીમ ઈસરોને અભિનંદન.


ઈસરોએ ચંદ્રયાન-3ના લેન્ડિંગ ઈમેજર કેમેરાથી લેન્ડિંગ પછીની તસવીર મોકલાવી છે. તે ચંદ્રયાન-3ની લેન્ડિંગ સાઇટનો એક ભાગ દર્શાવે છે. આ ફોટોમાં એક લેગ અને તેની સાથેનો પડછાયો પણ દેખાય છે. ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટી પર પ્રમાણમાં સપાટ વિસ્તાર પસંદ કર્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application