જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં કુન્નડ ગામે આવેલ પ્રખ્યાત કુંડલીયા હનુમાનજીની સ્વયંભૂ મૂર્તિ ધરાવતા મંદિરમાં દર વર્ષે હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવ ઉજવવામાં આવે છે. એ મુજબ શનિવારે ચૈત્ર સુદ પૂનમને તા. 12-4-2025 ના રોજ આ પ્રાગટયોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે.
શનિવારે સવારે 7 થી 9 દરમિયાન કળશ, દેવ સ્થાપના તથા પૂજન વિધિ કરવામાં આવશે. ત્યારબાદ, સવારે 9 થી 11 સુધી હનુમાનજી ઉપર રૂદ્રાભિષેક કરવામાં આવશે. સવારે 11 વાગ્યાથી 12 વાગ્યા સુધી સુંદરકાંડ કરવામાં આવશે, જેમાં દરેક ચોપાઈના અંતે દોહરા દ્વારા આહુતી અપાશે.
બપોરે 12 થી 12:30 દરમિયાન બીડુ હોમવાની વિધિ અને ત્યારબાદ બ્રહ્મભોજન અને સમૂહ ભોજન રાખેલ હોય, સૌ ભક્તજનોને આ પવિત્ર ધાર્મિક પ્રસંગનો લાભ લેવા કુંડલીયા હનુમાનજીના મહંત શ્રી અવધેશદાસજી શાસ્ત્રીજી ગુરુશ્રી પ્રેમદાસજી મહારાજ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રથમવાર 6 મહિલાઓએ સાથે કરી સ્પેસની સફર, હોલીવુડ સિંગર કેટી પેરી પણ હતી સામેલ
April 14, 2025 08:07 PMગુજરાત બોર્ડ ધોરણ 10-12ના પરિણામ આવશે વહેલા, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપી માહિતી
April 14, 2025 07:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech