BREAKING NEWS

જૂનાગઢમાં પ્રગતિપથ યાત્રા સંપન્ન

  • June 15, 2026 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢમાં પ્રગતિપથ યાત્રા સંપન્ન

જૂનાગઢ જીલ્લા વહીવટી તત્રં દ્રારા પ્રગતિપથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. નરસિંહ મહેતા સરોવરથી યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ ઉપરકોટ, મેડિકલ હોસ્પિટલ, ધારાગઢ ફિલ્ટર પ્લાન્ટની મુલાકાત લીધી હતી.
જૂનાગઢના નરસિંહ મહેતા સરોવર (તળાવ) આધુનિક પર્યટન સ્થળ તરીકે વિકસીને શહેરની ઓળખ બની ગયું છે. મુલાકાતીઓ માટે અહીં વોક–વે, રિંગ રોડ, આઈલેન્ડ, ઘાટ, લેન્ડસ્કેપ ગાર્ડન, ફડ ઝોન તેમજ બાળકો માટેનો વિશેષ પાર્ક જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. સાથે સાથે આ સ્થળ બર્ડ ટુરિઝમ કેન્દ્ર તરીકે પણ વિકસ્યું છે, યાં ૧૧૫થી વધુ પ્રજાતિના પક્ષીઓ નિહાળવા મળે છે. ભવનાથમાં માનો ખોળો મિનરાજ શાળા ભવનાથ તથા એમ.જે. ભુવા કન્યા વિધામંદિર, જોષીપરાની બાળાઓ દ્રારા ગુજરાતની આગવી ઓળખ સમાન ગરબાની રજૂઆત થકી રમણીય અને આહલાદક વાતાવરણ સાથે કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેર પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયા, મેયર ધર્મેશભાઈ પોશીયા, ડેપ્યૂટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલ્લ વીબેન ઠાકર, શાસક પક્ષ દંડક અજવાણી, કમિશ્નર પ્રભવ જોશી, ડેપ્યુટી કમિશનર જાડેજા, આસિસ્ટન્ટ કમિશનર જયેશ વાજા, કોર્પેારેટર  સંજયભાઈ ધોરાજીયા, પ્રવીણભાઈ વાઘેલા, ભાવનાબેન વ્યાસ, ચંદ્રિકાબેન રાખેશિયા, ભાવનાબેન પનારા સહિત વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application