સાઉથ સુપરસ્ટાર એક્ટર પ્રભાસ પોતાની અપકમિંગ ફિલ્મને લઇને ખુબ જ ચર્ચામાં છે. સાલાર પાર્ટ 1 સિઝફાયર અને કલ્કી 2898 એડી ફિલ્મોની અપાર સફળતા બાદ હવે સાઉથ સુપરસ્ટાર પ્રભાસ તેની આગામી ફિલ્મ સલારના બીજા ભાગ પર કામ કરી રહ્યો છે. ફિલ્મ નિર્માતાઓએ આ અંગે કહ્યું છે કે અભિનેતા ટૂંક સમયમાં આ ફિલ્મ ફ્લૉ પર આવશે.સલાર ભાગ 1 સિઝફાયરે દુનિયાભરમાં શાનદાર કમાણી હતી અને તેણે પ્રભાસના ઘટતા સ્ટારડમની ટેકો આપ્યો હતો. જ્યારે હવે ફિલ્મનો નેક્સ્ટ ભાગ આવવાનો છે. ફિલ્મ નિર્માતાઓએ આ વાતની પુષ્ટિ કરી છે.
કોઇપણ સમયે શરૂ થઇ શકે છે ફિલ્મ
પ્રભાસની 'સલાર 2'નું શૂટિંગ ગમે ત્યારે શરૂ થઈ શકે છે. માહિતી આપતા ફિલ્મના નિર્માતા વિજય કિરાગન્દુરે કહ્યું, 'સાલાર 2 ની સ્ક્રિપ્ટ તૈયાર છે અને અમે ગમે ત્યારે ફિલ્મ શરૂ કરીશું. પ્રભાસ તેને વહેલી તકે ફ્લૉર પર લઈ જવા માંગે છે.
'સાલર 2'ની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. જો કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ 2025ની ઉનાળાની સિઝન સુધીમાં સિનેમાઘરોમાં આવી શકે છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે (2024) ટૂંક સમયમાં શરૂ થશે.
સલાર 2 ની સ્ટૉરી જોઈએ તો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેની સ્ટૉરી સાલાર 1 કરતા વધુ સારી અને મજબૂત હશે. આ ફિલ્મ રાજકારણ, ડ્રામા અને એક્શનથી ભરપૂર હશે. વિજય કિરાગન્દુરે કહ્યું છે કે, સાલાર 1 એ ભાગ 2 ની માત્ર એક ઝલક છે. તમે તેને ટ્રેલર માની શકો છો અને સાલારની સિક્વલ એક્શનની દ્રષ્ટિએ જોરદાર સાબિત થશે.
સાલાર 2ની કાસ્ટ
પ્રભાસ સાલાર 2માં મહત્વની ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. તે ફરીથી 'દેવ' રાઇઝર તરીકે જોવા મળશે. જ્યારે શ્રુતિ હાસન, બોબી સિમ્હા અને રામચંદ્ર રાજુ પણ સાલાર પાર્ટ 1 પછી સાલાર પાર્ટ 2 માં કમબેક કરવા જઈ રહ્યા છે. એક્ટર પૃથ્વીરાજ સુકુમારન પણ વર્ધા કિંગ 'વર્ધા' મન્નાર તરીકે જોવા મળશે. સાલાર 1 ના ડિરેક્ટર પ્રશાંત નીલ સલાર 2 ને પણ ડાયરેક્ટ કરવા જઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુવાને રાષ્ટ્રીય સ્તરની સોફટબોલ સ્પર્ધામાં કર્યુ ઉત્કૃષ્ટ પ્રદર્શન
May 15, 2025 02:29 PMપોરબંદર જિલ્લામાં વધતુ જતુ ક્ષારનું પ્રમાણ અટકાવવા સરકાર કટિબધ્ધ
May 15, 2025 02:28 PMપોરબંદર જિલ્લાના ૬૬ લોકોના નેત્રમણીના ઓપરેશન વિનામુલ્યે કરી અપાયા
May 15, 2025 02:27 PMલોહાણા સમાજના વિદ્યાર્થીઓને અપાયું કારકિર્દીલક્ષી માર્ગદર્શન
May 15, 2025 02:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech