હાલારમાં પ્રથમ ત્રણ દિવસ દરમિયાન કુલ વીજ ચોરીનો આંકડો ૧ કરોડ ૨૦ લાખને પાર પહોંચ્યો
જામનગર પીજીવીસીએલ ની વર્તુળ કચેરી દ્વારા ગત સોમવાર થી હાલાર ના બન્ને જિલ્લાઓ માં ફરી થી વિજ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આજે ત્રીજા દિવસે રૂ.૫૬.૩૦ લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી. આમ ત્રણ દિવસમાં કુલ રૂ.૧૨૦.૪૮ લાખ ની વીજ ચોરી ઝડપાઈ હતી.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા પખવાડિયાના વિરામ પછી સોમવાર થી પુન: વીજ ચેકિંગ શરૂ કરી દેવાયું હતું, અને આજે ત્રીજા દિવસે ૬૧ જેટલી ચેકિંગ ટુકડીને દોડતી કરાવાઈ હતી. જામનગર શહેર નાં દરબારગઢ, ગુલાબ નગર, હાપા., પટેલ કોલોની, ગાંધીનગર, મોમાઈનગર, ધરારનગર, નીલકમલ સોસાયટી, ક્રિષ્ના પાર્ક સહિત નાં વિસ્તાર ઉપરાંત કલ્યાણપુર તાલુકા નાં ભાટિયા, ગઢકા પટેલકા ગામમાં વિજ ચેકીંગ ટુકડીને ઉતારવામાં આવી હતી, અને આજે સમગ્ર દિવસ દરમિયાન ૫૮૩ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા.
જે પૈકી ૧૧૭ વિજ જોડાણ માં વિજ ચોરી થતી હોવાનું માલુમ પડયું હતું, અને તેઓને ૫૬.૩૦ લાખના પુરવણી બિલો ફટકારવામાં આવ્યા છે.
આમ સતત ત્રણ દિવસ મા કુલ રૂ. ૧૨૦.૪૮ લાખ ની વીજ ચોરી ઝડપી લેવા મા આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાલારની ૧પ૯ સસ્તા અનાજની દુકાનોને અલીગઢના તાળા
April 19, 2025 01:46 PMજામનગરમાં નામીચો બુટલેગર પાસા હેઠળ સાબરમતી જેલમાં ધકેલાયો
April 19, 2025 01:44 PMજામનગરમા વક્ફ બિલ અને UCC નો વિરોધ કરી રહેલા મુસ્લિમ વકીલોની અટકાયત
April 19, 2025 01:43 PMજામનગરમાં ધુળની ડમરી સાથે ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો
April 19, 2025 01:40 PMજામ્યુકોની જન્મ-મરણ શાખામાં લોકોને પડતી હાલાકી નિવારવા માંગ
April 19, 2025 01:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech