મોરબી જિલ્લામાં ભારે પવન સાથે વીજપોલ, વૃક્ષો હોર્ડિંગ્સનો કડુસલો

  • May 19, 2021 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી જીલ્લામાં રવિવારે રાત્રીથી વરસાદ વરસવાનું શરુ થયું હતું વાવાઝોડાની અસરને પગલે મોરબી જીલ્લામાં સોમવારે પણ સાંજ સુધી વરસાદી માહોલ જોવા મળ્યો હતો.રવિવારે રાત્રીના ૮ વાગ્યાથી સોમવારે સાંજ સુધીના વરસાદના આંકડા જોઈએ તો મોરબી તાલુકામાં ૨૯ મીમી, વાંકાનેર તાલુકામાં ૩૪ મીમી, હળવદ તાલુકામાં ૫૮ મીમી, ટંકારામાં ૩૧ મીમી અને માળિયા તાલુકામાં ૦૮ મીમી વરસાદ વરસ્યો હતો.

જિલ્લામાં ૩૦ વીજપોલ પડી ગયા, ૨૩૦ ગામોમાં વીજળી ગુલ થઇ હતી
મોરબી જીલ્લામાં ભારે પવન અને વરસાદને પગલે ૩૦ વીજપોલ ધરાશાયી થયા હતા જીલ્લામાં ૨૩૦ ગામોમાં વીજળી ગુલ થઇ હતી અને સોમવારે બપોર સુધીમાં ૧૩૧ ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરાયો હતો જયારે બાકીના ૯૯ ગામોમાં વીજ પુરવઠો ફરી શરુ કરવા તંત્રએ મથામણ કરી હતી  તે ઉપરાંત મોરબી જીલ્લામાં ૫ સ્થળે વૃક્ષ ધરાશાયી થયા હોવાની માહિતી મળી છે.

ખરેડા ગામમાં દીવાલ પડી
મોરબી તાલુકાના ખરેડા ગામમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હોય જેથી મધરાત્રીએ દીવાલ પડી ગઇ હતી. સદનસીબે કોઇ જાનહાની થવા પામી નથી.

મોરબી અને હળવદમાં બે ગાય, એક વાછરડાનું મોત
વરસાદ અને પવન વચ્ચે વીજ કરંટી મોરબી અને હળવદમાં ત્રણ અબોલ જીવ મૃત્યુ પામ્યા હતા જેમાં મોરબીના દરબારગઢ પાસે વીજશોકી ગાયનું મોત યું હતું તો હળવદના સુંદરગઢ ગામે વીજશોકી ગાય અને વાછરડાના મોત યાની માહિતી કંટ્રોલ રૂમમાંી મળી છે.

મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસે હોર્ડિંગ્સ ધડામ
મોરબીમાં વાવાઝોડાની અસરને પગલે રાત્રીના નવા બસ સ્ટેન્ડ પાસે લગાવેલ મસમોટા હોર્ડિંગ્સ ધડામ થયા હતાં અનેક મોટા હોર્ડિંગ્સ પડી ગયા હતાં. જે સવારથી હટાવવાની કામગીરી પાલિકા તંત્રએ શ‚ કરી હતી. જોકે સદનસીબે કોઇ જાનહાનીના અહેવાલો મળ્યા નથી.

ભલગામના રસ્તે પડેલા વૃક્ષો પોલીસે હટાવ્યા
વાંકાનેર તાલુકાના સતાપર, મેસરિયા,તરકિયા, ગારીડા, રંગપર, અદેપર, ઠીકરિયાળી, ભલગામ સહિતના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત યા છે પવનના પગલે વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ ભલગામ પાસે વૃક્ષ ધરાશાયી યું હોય જેી રસ્તો બંધ યો હતો જેની જાણ તા તુરંત પોલીસ ટીમ દોડી ગઈ હતી અને પોલીસે વૃક્ષો હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

તોફાન વચ્ચે મોરબીમાં સંસ્થાઓએ માનવતા મહેકાવી
મોરબીમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સ્િિતમાં જરૂરિયાતમંદો ભૂખ્યા ના રહી જાય તે માટે મોરબીમાં એક્ટીવ સેવા ગ્રુપ તેમજ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરી માનવતા મહેકાવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS