જામનગરમાં સત્તે પે સત્તા: 7 જુગારી ઝબ્બે, 7 ફરાર

  • May 19, 2021 11:48 AM 

મોર્કંડા રોડ, પડાણા અને મયુર નગર આવાસ પાસે દરોડા: રોકડ, મોબાઈલ અને જુગારનું સાહિત્ય કબજે

જામનગર શહેરના મોર્કંડા રોડ, વામ્બે આવાસ અને મેઘપર પડાણા વિસ્તારમાં જુગાર અંગે પોલીસે દરોડા પાડીને 7 જુગારીને ઝડપી લીધા હતા અને સાત રફુચક્કર થઈ ગયા હતા તમામની સામે જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી દરોડા દરમિયાન રોકડ, મોબાઈલ અને સાહિત્ય કબજે લેવાયું છે.

જામનગરના મોર્કંડા રોડ સતવારા સમાજની વાડી પાસે જાહેરમાં સ્ટ્રીટલાઇટના અજવાળે તીન પત્તીનો જુગાર રમતા ટીટોડી વાળી ડેલા પાસે રહેતા હાજી ઉમર ખફી, લાખાબાવળ ગામના પ્લોટ વિસ્તારમાં રહેતો યુનુસ ઈસ્માઈલ ખીરા, નામના શખ્સોને રોકડ રૂપિયા 10080 એને ગંજીપતા સાથે દબોચી લીધા હતા, જ્યારે ધારાગઢ વાળો ઈસ્માઈલ ઉર્ફે ભૂરો ફરાર થઈ ગયો હતો.

બીજા દરોડામાં મેઘપર પડાણા વિસ્તારમાં જય માતાજી હોટલ પાછળ ખુલ્લામાં જાહેરમાં લાઈટના અજવાળે તીનપતીનો જુગાર રમતા જોગવડ રાણીસીપ માં રહેતો નાગાજણ ઉર્ફે નાગડો હરદાસ કારિયા ગઢવી, ગાગવાધાર ખાતે રહેતો દેવિયા આલા સિંધિયા, રાણીસીપમાં રહેતો રાણા બુધા ચાવડા, ડાયા ખેતા ચાવડા નામના શખ્સોને રોકડ રૂપિયા 11350 સાથે પકડી લીધા હતા.

આ ઉપરાંત જામનગરના વામ્બે આવાસ, મયુર નગર મેન રોડ પર જાહેરમાં વરલી મટકાનો જુગાર રમતા નીલકમલ સોસાયટી શેરી નંબર 4 માં રહેતો દિલીપ ચંદ્રકાંત જેઠવાણી નામનો સક્સ અન્ય શખ્સો પાસે આંકડા લખી લખાવીને જુગાર રમતો હોય આથી પોલીસે દરોડો પાડીને આંકડા લખેલી ચિઠ્ઠી, મોબાઈલ અને રોકડ 510 સાથે પકડી લીધો હતો.

તપાસ દરમિયાન મુકેશ વાઘેલા, લખુભાઇ, વિનુ વાઘેલા, લવ આહીર, કારો અને રવિ બજરંગ બૅકરી ની સંડોવણી ખુલી હતી. તમામની સામે જુગારધારા મુજબ ફરિયાદ દાખલ કરીને તપાસ આગળ વધારી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS