વધુ રૂ. ૩૩.૩૨ લાખની વીજ ચોરી પકડાઈ
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની જુદી જુદી ચેકિંગ ડ્રાઈવ દ્વારા જામનગર શહેરના અને દરેડ ના કેટલાક વિસ્તારો ઉપરાંત ખંભાળિયા અને સલાયા ,દ્વારકા ,ઓખામંડળ માં વિજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, અને બે દિવસ દરમિયાન ૧૦૫ .૫૫ લાખ ની વિજ ચોરી પકડી પાડવામાં આવી હતી.
દરમિયાન આજે સતત ત્રીજા દિવસે જામનગર શહેરમાં પાવર ચોરી ઝડપી લેવા માટે ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. અને રૂપિયા ૩૩.૩૨ લાખ ની પાવર ચોરી ઝડપી લેવાઈ હતી. આમ ત્રણ દિવસમાં ૧૩૮.૮૭ લાખ ની પાવર ચોરી ઝડપાઈ છે
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા હાલારના બંને જિલ્લાઓમાં પાછલા બે દિવસ મા વિજ ચેકિંગ ટુકડીઓને દોડતી કરવામાં આવી હતી. આ બે દિવસ દરમિયાન રૂપિયા ૧૦૫.૫૫ લાખ ની પાવર ચોરી ઝડપાઈ હતી
આ ઉપરાંત આજે સતત ત્રીજા દિવસે પણ ૩૦ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. ખાસ કરીને જામનગર ના સન સીટી સોસાયટી, કાલાવડ નાકા બહાર, અમન ચમન સોસાયટી ,શંકર ટેકરી, જેલ રોડ ,શાસ્ત્રીનગર, ગોકુલ નગર, મયુર નગર સહિત ના વિસ્તારોમાં આજે કુલ ૩૯૭ વીજ જોડાણ. તપાસવામાં આવ્યા હતા જેમાંથી ૬૧.વીજ જોડાણમાં ગેરરિતી માલુમ પડી હતી. આવા આસામીઓને કુલ રૂપિયા ૩૩.૩૨ લાખના વીજ પૂરવણી બિલ આપવામાં આવ્યા છે. આમ ત્રણ દિવસના અંતે કુલ રૂ.૧૩૮.૮૭ લાખ ની પાવર.ચોરી ઝડપી લેવા મા આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુષ્પા 2' મુદે હરિયાણામાં હંગામો, પ્રતિબંધની ધમકી
November 22, 2024 12:08 PMસૌરમંડળની બહાર ૩૦ લાખ વર્ષ જૂનો સૌથી નાનો ગ્રહ મળ્યો
November 22, 2024 11:53 AMરાજકોટ નાગરીક સહકારી બેંકના ચેરમેન દિનેશ પાઠક અને વાઇસ ચેરમેન જીવણ પટેલ, આવતીકાલે સત્તાવાર નિમણૂક
November 22, 2024 11:52 AMહિમાચલ પ્રદેશમાં તાપમાન –૭.૫ ડિગ્રી: તળાવો અને ધોધ થીજી ગયા
November 22, 2024 11:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech