લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી ઇલેકશન કમિશનની સૂચના મુજબ ત્રણ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા અથવા તો વતનના જિલ્લામાં ફરજ બજાવતા અથવા તો ચૂંટણી સ્ટાફની ઘટ પૂરી કરવા ગઈ કાલે મોડી સાંજે રેવન્યુ વિભાગ દ્રારા ૭૧ મામલતદારોની બદલીના હત્પકમો કરવામાં આવ્યા છે. આમાં સૌરાષ્ટ્ર્ર કચ્છના ૨૧ મામલતદારોનો સમાવેશ થાય છે.
છેલ્લા ઘણા સમયથી પોસ્ટિંગના અભાવે ઘેર બેઠા પગાર મેળવતા એસ.જી.પટેલ, એન.આર.પટેલ, બી.એ.ઠાકોર, બી.એમ.જોશી, જે.વી.ડોડીયા, આર.સી.કાકલોતર અને આર.જી.લુણાગરિયા ને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જેમાં લુણાગરીયાને રાજકોટ ખાતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલમાં ખાલી પડેલી જગ્યા પર જવાબદારી સોપવામાં આવી છે. ઠાકોરને જામનગર અને ડોડીયાને જુનાગઢ તથા કાકલોતરને ભાવનગરમાં મૂકવામાં આવ્યા છે.સરકારે જાન્યુઆરી મહિનાની ૨૯ તારીખે પણ મામલતદારોની બદલીના હુકમ કર્યા હતા. તેમાં ખેડા જિલ્લાના ગળતેશ્વરના મામલતદાર નિલેશ રબારીની ટ્રાન્સફર કરવામાં આવી હતી. સરકારે આ બદલીનો હત્પકમ મૂળ અસરથી રદ કર્યેા છે અને રબારીને તેની અમદાવાદ જિલ્લાના સાબરમતી ખાતેના મામલતદાર ની મૂળ જવાબદારી સોપી છે.
૧૧ નાયબ મામલતદાર કેડરના કર્મચારીઓને મામલતદાર કેડર વર્ગ–૨ માં પ્રમોશન આપવામાં આવ્યા છે. આમાં બોટાદના ગોપાલ ગોરધનભાઈ બાવીસા સુરેન્દ્રનગરના જેરામભાઈ દેસાઈ મોરબીના સલીમભાઈ ડોડીયા અમરેલીના ઈશ્વરભાઈ પારગી ને પ્રમોશન આપવામાં આવ્યા છે. બોટાદના બાવીસા અમદાવાદના સવિતાબેન વાઘેલા નવસારીના ડિમ્પલબેન સંઘોડિયા અને નવસારીના દીવાકર બધેકાને જૂની અસરથી એટલે કે ૨૩ ઓકટોબર ૨૦૨૩ થી પ્રમોશન આપવામાં આવ્યા છે અને આ અંગેના હત્પકમમાં જણાવ્યું છે કે નવી જગ્યાએ પ્રમોશન સાથે હાજર થાય તે સમયગાળાના પગાર ભથ્થા નોશનલ ગણવાના રહેશે. તેમને ડિમ્ડ ડેટ મળતા ખરેખર બઢતી મળ્યા તારીખ સુધી કોઈ નાણાકીય લાભોની ચુકવણી કરવાની રહેશે નહીં.
સરકારના સંયુકત સચિવ સચિન પટવર્ધને બદલીના હત્પકમમાં એવી પણ સ્પષ્ટ્રતા કરી છે કે નાયબ મામલતદાર માંથી મામલતદાર વર્ગ ૨ માં પ્રમોશન આપવામાં આવ્યું છે. પરંતુ આ સંદર્ભે હાઇકોર્ટમાં જુદી જુદી પીટીશનો પેન્ડિંગ છે અને તેનો જે ચુકાદો આવશે તેને આધીન રહીને આ હત્પકમો કરવામાં આવ્યા છે. લોકસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી હત્પકમો કરવામાં આવ્યા હોવાથી પ્રમોશન અને ટ્રાન્સફર વાળા અધિકારીઓએ તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવાનું રહેશે અને તેમને કોઈ જોઈનીગ ટાઈમ આપવામાં આવશે નહીં.
પોરબંદર જિલ્લા પુરવઠા અધિકારી સહિત ગેસ કેડરના ૧૪ અધિકારીઓને પ્રમોશન
પોરબંદરના જિલ્લા પુરવઠા અધિકારી એચ.પી.જોશી સહિત ગેસ કેડરના ૧૪ જુનિયર સ્કેલવાળા અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યા છે. આ તમામને તેની મૂળ જગ્યાએ ચાલુ રાખવામાં આવ્યા છે
સૌરાષ્ટ્ર્ર–કચ્છના મામલતદારોની બદલીનું લિસ્ટ નામ હાલની જગ્યાનવી જગ્યા
બી.એન.કણજારિયા વલ્લભી પુરસુરેન્દ્રનગર
એ.એન.રાદડિયા ભાવનગર બોટાદ
એ.ડી.વાઘેલા ભાવનગર ભાવનગર
બી.એમ.ખાનપરા દ્રારકા દ્રારકા
પી.બી.કરગટીયા ગીર સોમનાથ જૂનાગઢ
એસ.આર.મણવર જૂનાગઢ જૂનાગઢ
એમ.પી.કતીરા અબડાસા ભુજ
એચ.ડી.દુલેરા પોરબંદર પોરબંદર
જી.એચ.શાહ ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર
બી.આર.સુમરા અમરેલી પોરબંદર
એન.એસ.મલેક કચ્છ કચ્છ
કે.વી.નકુમ પોરબંદર પોરબંદર
પી.એમ.અટારા સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર
એસ.આર.ત્રિવેદી બોટાદ અમદાવાદ
એમ.બી.પટોડીયા ભેંસાણ જેતપુર
એમ.એચ.પટેલ લખપતડીસા
ગૌરવ કાપડીયા થાનગઢ સોજીત્રા
એચ.આર.શાહ અમરેલી અમદાવાદ
એન.સી.વ્યાસ ગીરસોમનાથ જસદણ
પી.એમ.સોઢા કચ્છ સુરેન્દ્રનગર
નિમણૂકની રાહ જોઈ બેઠેલા સાત મામલતદારોને પોસ્ટિંગ નામ નિમણૂકની જગ્યા
એસ.જી.પટેલ લીમખેડા
એન.આર.પટેલ છોટા ઉદેપુર
બી.એ.ઠાકોર જામનગર
બી.એમ.જોશી પંચમહાલ
જે.વી.ડોડીયા માંગરોળ
આર.પી.કોકલોતાર ભાવનગર
આર.જી.લુણાગરીયા રાજકોટ
સૌરાષ્ટ્ર્રમાં કોને પ્રમોશન? નામ હાલની જગ્યા નવી જગ્યા
ગોપાલ બાવીસા બોટાદ અમરેલી
જેરામભાઈ દેસાઈ સુરેન્દ્રનગર લીલીયા
સલીમ ડોડીયા મોરબી લખપત
ઈશ્ર્વરભાઈ પારગી અમરેલી ભેંસા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech