ચૂંટણી પરિણામો પછી બંગાળમાં ફાટી નીકળેલી હિંસા વચ્ચે અલગ અલગ ઘટનાઓમાં બે ભાજપના કાર્યકરો અને એક તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરના મોત થયા છે. ભાજપના વિજય સરઘસ દરમિયાન થયેલા ઝઘડા બાદ તેમના પર હત્પમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના બાદ, ભાજપ સમર્થકોએ ટીએમસી કાર્યકરોના ઘરો પર હત્પમલો કર્યેા અને રસ્તાઓ બ્લોક કર્યા. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્રીય દળો તૈનાત કરવા પડા.
દરમિયાન, બીરભૂમ જિલ્લાના નાનુરમાં, ટીએમસી કાર્યકર અબીર શેખની કથિત રીતે ભાજપ કાર્યકરો દ્રારા હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સંતોષપુર ગામમાં એક વિવાદ દરમિયાન તેમના પર તીણ હથિયારથી હત્પમલો કરવામાં આવ્યો હતો, જેના પરિણામે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનામાં અન્ય એક વ્યકિતને ઈજા થઈ હતી.
નાનુરના નવા ચૂંટાયેલા ટીએમસી ધારાસભ્ય બિધાન માઝીએ આરોપ લગાવ્યો કે ભાજપના ગુંડાઓએ હત્યા કરી છે, યારે ભાજપના નેતા શ્યામપદ મંડલે આરોપોને ફગાવી દીધા છે અને નિષ્પક્ષ તપાસની માંગ કરી છે. વધુમાં, હાવડાના ઉદયનારાયણપુરમાં યાદવ બાર નામના ભાજપ કાર્યકરના મૃત્યુ સાથે જોડાયેલી બીજી એક ઘટના સામે આવી છે. તેમની પત્નીએ આરોપ લગાવ્યો છે કે જય શ્રી રામના નારા લગાવવા અને ગુલાલ વગાડવા બદલ તેમના પર હત્પમલો કરવામાં આવ્યો હતો.
રાયના અન્ય ઘણા ભાગોમાં તોડફોડ અને હિંસાના બનાવો નોંધાયા છે. ટોલીગંજના બિજોયગઢ–નેતાજી નગર વિસ્તારમાં, એક ટોળાએ ભૂતપૂર્વ મંત્રી અપ બિશ્વાસના ચૂંટણી કાર્યાલયમાં તોડફોડ કરી હતી. કસ્બામાં બી ક્રોસિંગ ખાતે ટીએમસી કાઉન્સિલરના કાર્યાલય પર પણ હત્પમલો કરવામાં આવ્યો હતો. વધુમાં, હાવડા, ઉત્તર ૨૪ પરગણા અને મુર્શિદાબાદ સહિત અનેક જિલ્લાઓમાં પાર્ટી કાર્યાલયો પર આગચંપી અને હત્પમલાના અપ્રમાણિત અહેવાલો છે.
તૃણમૂલ કોંગ્રેસે ભાજપ પર હિંસાનું આયોજન કરવાનો આરોપ લગાવ્યો છે, યારે ભાજપે આ આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢા છે, અને કહ્યું છે કે આ ઘટનાઓ આંતરિક ટીએમસી જૂથો વચ્ચેના ઝઘડાનું પરિણામ હોઈ શકે છે. ઘટનાઓ પર કડક વલણ અપનાવતા, ચૂંટણી પંચે સ્થાનિક પોલીસ પાસેથી રિપોર્ટ માંગ્યો છે અને ખાતરી આપી છે કે દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ, પોલીસ મહાનિર્દેશક અને રાયમાં તૈનાત કેન્દ્રીય સશક્ર પોલીસ દળોને ચૂંટણી પછીની હિંસા અંગે શૂન્ય સહિષ્ણુતાની નીતિ અપનાવવાનો નિર્દેશ આપ્યો હતો. સોમવારે સાંજે ચૂંટણી પરિણામોની જાહેરાત પછી રાયના ઘણા ભાગોમાંથી હિંસક ઘટનાઓના અહેવાલો સામે આવ્યા બાદ ચૂંટણી પંચનો આ નિર્દેશ આવ્યો હતો