સમર ઓલિમ્પિકસ ૨૦૩૬ અને પેરાલિમ્પિકસની યજમાનીના ભારતના દાવા બાદ હવે તેની યજમાની અંગે ચર્ચાઓ શ થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી–એનસીઆર અને તાજમહેલનું શહેર આગ્રા ઓલિમ્પિક સ્થળનો વિકલ્પ બની શકે છે. જો ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી ભારતની બિડને ધ્યાનમાં લે છે, તો આગળનું મોટું પગલું યજમાન શહેરની ઓળખ કરવાનું હશે. દિલ્હી–એનસીઆર અને આગ્રામાં ઓલિમ્પિકનું આયોજન કરવાનું વિચારી શકાય. અત્યાર સુધી અમદાવાદ અને મુંબઈને મુખ્ય વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા હતા. ૧.૩૨ લાખ દર્શકોની ક્ષમતા ધરાવતા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ અને મુંબઈ દેશની આર્થિક રાજધાની હોવાને કારણે અમદાવાદને ઓલિમ્પિકની યજમાની માટે દાવેદાર માનવામાં આવતું હતું. ઓલિમ્પિકની યજમાનીનો વિકલ્પ પસદં કરતી વખતે શહેરની પ્રવાસન ક્ષમતા, ઉત્પાદન ઉધોગ, સુલભતા, એરપોર્ટ અને વસ્તી જેવા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે. આવતા વર્ષે આ મુદ્દે પ્રક્રિયા આગળ વધશે.
ઓલિમ્પિક સંસ્થા સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે શહેરની પસંદગી વખતે પ્રવાસનને કેન્દ્રમાં રાખવામાં આવે છે. થેમ્સ નદી અને ટાવર બ્રિજ લંડન ઓલિમ્પિકસ ૨૦૧૨ માટે કેન્દ્ર સ્થાને છે. તેવી જ રીતે રિયો–૨૦૧૬માં ક્રાઇસ્ટ ધ રિડીમરની પ્રતિમા અને ફ્રાન્સમાં એફિલ ટાવરને પણ મહત્વ આપવામાં આવ્યું હતું. આને ધ્યાનમાં લેતાં તાજમહેલ ભારતનું સૌથી પ્રતિિત સ્થળ છે. સરકાર તાજમહેલનો ઉપયોગ ઓલિમ્પિકના પ્રતીક તરીકે કરી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech