પોરબંદરની ‘ગઇકાલ’, ‘આજ’ કરતા લાખ દરજ્જે સારી હતી

  • May 17, 2025 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં ચારે બાજુ વિકાસ થતો હોવાની ભ્રામક વાતો  થઇ રહી છે પરંતુ વાસ્તવમાં પોરબંદરની ‘ગઇકાલ’ એ ‘આજ’ કરતા લાખ દરજ્જે સારી હતી તેવું ઘણા જુના લોકો અનુભવી રહ્યા છે ત્યારે એક સિનીયર સીટીઝને પરિવર્તનને આશીર્વાદ‚પ અને સમસ્યા‚પ બંને ગણાવીને કેટલાક મહત્વના સૂચનો પણ કર્યા છે. 
પોરબંદરના સિનીયર સીટીઝન મુનિન્દ્ર ડી. વૈષ્ણવે જણાવ્યુ હતુ કે, આપણે સૌ જાણીએ છીએ કે કેટલુંક પરિવર્તન આશીર્વાદ‚પ હોય છે. જ્યારે કેટલાક ફેરફારો સમસ્યા‚પ પણ હોય છે.
૧૯૭૪-૭૫ની સાલમાં ચોખ્ખુ ઘી ૨૦ ‚ા. કિલો મળતુ હતુ અને આજે એક કિલો ઘી ૮૦૦ ‚ા.માં મળે છે. ત્યારે કેરોસીન ૫ ‚ા. એક લીટર મળતુ હતુ. આજે અમુક બનાવટમાં તથા ઘરગથ્થુ ઉપયોગમાં ગ્યાસતેલની જ‚ર સાયકલ સ્ટોરમાં, રસોડામાં, ઓઇલીંગ વગેરેમાં તેમ છતાં બજારમાં ખુલ્લા માર્કેટમાં આ વસ્તુ આજે મળતી નથી.
વાહનવ્યવહારની વાત કરીએ તો પહેલા ગામડામાંથી શહેરમાં આવાગમનમાં પીળા-કાળા રંગની ફોર્ડ ટેકસીનો ઉપયોગ થતો હતો. પહેલાના સમયમાં જૂનાગઢ, જામનગર, પોરબંદરમાં ઘોડાગાડીનો ઉપયોગ થતો હતો. આજે તે પ્રથા અદ્રશ્ય બની ગઇ છે. શહેરમાં દરરોજ ગામના લોકો ખેડૂતો શહેરમાં જઇને ગાડામાં ખાતર ભરીને તેમના ખેતરમાં ભરતા હતા.
પોરબંદરમાં નાગરવાડા, ખારવાવાડ, શહીદચોક, પાલાના ચોકમાં, કંકાઇ મંદિર, ભાવસિંહજી હાઇસ્કૂલ પાસે, તથા રાણીબાગની સામે પાણી પીવાની મજબૂત ટાંકીઓ હયાત હતી. કેટલીક જગ્યાએ પશુને પીવાના હવેડા પણ હતા.
પહેલા દરેક બેન્કમાં લેજર હતા જો કે તે વજનદાર હતા. પરંતુ આજે એન્ટ્રી માટેના જે મશીન્સ છે તે અવારનવાર સર્વર ડાઉન થઇ જાય છે.
૩૦ વર્ષ પહેલા દરેક વોર્ડમાં મ્યુનિસિપલના ચુંટાયેલા પ્રતિનિધિઓ ‚બ‚ શેરીઓમાં મુલાકાત લેતા હતા. આજે કોઇપણ સેનીટેશન ઇન્સ્પેકટર કે સેનીટેશન સુપરવાઇઝર વોર્ડમાં આવતા નથી અને સફાઇની જાણકારી મેળવવા આવતા જ નથી. તેઓ માત્ર બે વખત સફાઇ કામદારોની હાજરી પૂરવામાં  ફરજ અદા કરતા હોય છે. ટૂંકમાં ધે આર નોટ ફેઇથફૂલ એન્ડ ડયુટીફૂલ એબાઉટ ધેર ટાસ્ક (જોબ).
મતદાન સમયે જે વારંવાર ‘ધ્યાન આપશુ, પ્રશ્ર્નો ઉકેલશુ વગેરે બોલે છે પણ તેનો અમલ થતો નથી.’ 
આજે જાહેર મુતરડી, શૌચાલય ખુબ જ ગંદા હોય છે. અમદાવાદમાં શહેરમાં ગાય કે શ્ર્વાન રોડ ઉપર જોવા મળતા નથી ત્યાં જાહેર શૌચાલય ખૂબજ ચોખ્ખા  હોય છે. જૂનાગઢમાં તહેવાર વખતે રાત્રે પણ જાહેર રસ્તાની સફાઇ થાય છે. આ  બધું પરિવર્તન કેવુ હોય છે. તે આપણે સૌ નગરજનોએ વિચારવાનું છે.
પચાસ  વર્ષ પહેલા ‚પાળીબાગ છે. ત્યાં સુંદર મજાનું તળાવ હતુ અને તેની પાસે પુષ્કળ લીલાછમ વૃક્ષો હતા. તેની આસપાસ રાવલીયાપ્લોટ, પાંજરાપોળ, વાડીયારોડના કુવાઓમાં છેક સુધી પાણી રહેતુ. નાગરવાડાના કુવામાં હાથેથી કળશિયા દ્વારા પાણી લઇ શકાય એટલો વરસાદ આવતો હતો. માવઠા થતા પણ અત્યારના જેવા વિનાશક અને નુકશાનકારક ન હતા. 
પહેલાના સમયમાં વિશાળ પ્રમાણમાં દા‚ના જથ્થાની આયાત થતી નહી. આજે તો વર્તમાનપત્ર કે ટી.વી.ખોલીએ તો બે બાબત તો અવશ્ય  હોય જ છે. એક તો દુષ્કૃત્યનો બનાવ અને બીજુ સરકારી કર્મચારી લાંચમાં સપડાયા.
આજે પ્રામાણિકતા, વિવેક, શિષ્ટાચાર, સ્નેહ, સંયમ, દયા, સમર્પણ, વફાદારી, કામ પ્રત્યેની તત્પરતા જેવા ગુણો જોવા મળતા નથી. જે લોકોને કોઇપણ પ્રકારની આદ્ય સુવિધા મળતી નથી. તેમના માટે રેશન કાર્ડ થોડુંક લાભકારક નથી.
કેળવણીની વાત કરીએ તો પહેલા ધો-૧૦ પછી પી.ટી.સી. થવાતુ હતુ. આજે ધો-૧૨ પછી પી.ટી.સી.ની ઉપાધિ મળે છે. એવી જ રીતે બી.એડ. શિક્ષણના પણ બે વર્ષ  થઇ ગયા છે. પહેલા વિદ્યાર્થીઓ કૃષિ અને બી.પી.એડ., ડી.પી.એડમાં ગુજરાતની અને મહારાષ્ટ્રની કોલેજોમાં વિદ્યાભ્યાસ માટે જતા હતા. આજે તેના વળતા પાણી થયા છે. શાળામાં સંસ્કૃતનું પણ મહત્વ હતુ. આજે હિન્દી અને સંસ્કૃતના શિક્ષકે ઓછા મળે છે. પહેલા દર શનિવારે દરેક હાઇસ્કૂલમાં સમૂહ પ્રાર્થના થતી. અને સમુહ કવાયત થતી હતી. પોરબંદરની મીડલ સ્કૂલમાં કવાયત થતી હતી. પોરબંદરની મીડલ સ્કૂલમાં  મણીભાઇ વોરા, પ્રેમજીભાઇ જોષી, ડી.ડી. વૈષ્ણવ અને વ્રજલાલ વોરા જેવા સંનિષ્ઠ સૈનિકો હતા.
પહેલા દરેક શાળામાં વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં આવતુ. આજે તો શાળામાં વાર્ષિક નિરીક્ષણ દર વર્ષે કદાચ થતુ નથી. પહેલાના સમયમાં શાળામાં ર્નિવ્યસની શિક્ષકો હતા.
આજે ગામડાની શાળામાં સરાસરી હાજરી જળવાતી નથી. તેથી યેનકેન પ્રકારે અન્ય સ્થળેથી ખોટા સર્ટીફિકેટસ લઇ આવવાની અને શાળાનો વર્ગ ચલાવવાની કાર્યવાહી ચાલતી હોય છે. 
પહેલાના સમયમાં ૪૦ વર્ષ પહેલા હરીશ ટોકીઝ, ડ્રીમલેન્ડ (મહેન્દ્ર ટોકીઝ) પાસે ચાલાક અને હોશિયાર પોલીસ ઇન્સ્પેકટર્સ બેસતા અને પોતાની ફરજ બજાવતા.
પોરબંદરમાં પ્રધાન કે વડાપ્રધાન આવતા ત્યારે રસ્તાની બંને બાજુ સ્ત્રી-પુ‚ષોને રીમત ઇન્દિરાગાંધીને જોવા માટે ભીડ રહેતી. ત્યારે મજબૂતસિંહ જાડેજાની રાહબરી હતી. પોરબંદરમાં જૂના વડીલ બંધુ આજે પણ ભુપતભાઇ વૈશ્ર્નવ, હરકાંત નાણાવટી, જૂનાગઢમાં વાંદરવાલા તેમજ મહેન્દ્રસિંહ ઝાલાના લોકો વખાણ કરે છે. લાભશંકર ઝાલાના લોકો વખાણ કરે છે. લાભશંકર ઝાલા પંચનામાનો  રીપોર્ટ વખણાતો હતો. પહેલા રાણીબાગની બોલબાલા હતી. ત્યાં દરરોજ સાંજે બેન્ડવાજા સાથે સંગીતની સુરાવલી થતી. રેકર્ડ વાગતી હતી. પોરબંદરનો કમલા નેહરુ પાર્ક, અખીભાઇ ઢાંકીએ  બનાવ્યો છે. પશુ દવાખાનામાં  ડાયાભાઇ જોષી અને વિષ્ણુભાઇ  એન. વૈશ્ર્નવ લોકપ્રિય પશુ દાકતર હતા. છેક બંદરથી ચોપાટી સુધી  રસ્તાની વચ્ચોવચ્ચ મરયુરી લાઇટસ હતી. ત્યારે પોરબંદરના જાહેર માર્ગો પહોળા હતા. બાલુબા પાસેનો જાહેર માર્ગ ટુંકો બની ગયો છે. 
આજે કોર્ટના બંને બાજુના મેદાનમાં ખાડા ટેકરા, મોટા મોટા પથ્થરો જોવા મળે છે. તે જગ્યાનો સરકારે સદ્ઉપયોગ કરવો જોઇએ. મહાનગરપાલિકાની કચેરી-મીડલ સ્કૂલના ગ્રાઉન્ડમાં કરી હોત તો તેનો સદ્ઉપયોગ થાત અને તે સ્થળ ગામની વચ્ચોવચ્ચ હોત.
વેપાર-ઉદ્યોગની વાત કરીએ તો પોરબંદરનું ઘી જેમાં ભાણજી લવજી ઘીવાળાનું ઘી વિદેશમાં જતુ હતુ. પોરબંદરમાં  અરબસ્તાનથી વહાટવટ્ટા મારફત ઉંચી જાતનું ખજૂર પોરબંદરના બજારમાં ઠલવાતુ. તેમાં દામોદર અમીચંદ અને ગિરધર હેમરાજનું નામ જાણીતુ હતુ. પોરબંદરના બંદરેથી  ખોળ નાળિયેર, સીમેન્ટ, સફેદ સીમેન્ટ (એકોપ્રૂફ)ની નિકાશ થતી હતી. જૂનાગઢમાં ગ્રોફેડનું કારખાનુ હતુ.
પોરબંદરમાં ફીટટાઇટ નાઇટસ, બોલબેરીંગ, અ‚ણ ઘી (જગદીશ ફેકટરી), મહારાણા મીલ્સ જેનું કાપડ જગપ્રસિધ્ધ હતુ. સીંધીયા સ્ટીલ નેવીગેશન, બ્રીટીશ ઇન્ડીયા નામની સીપીંગ એજન્ટની ઓફીસ હતી. જુના લાઇટ હાઉસ પાસે કાનજી જાદવજીની  લોંચની અવરજવરની એજન્સી હતી. શહીદચોક પાસે જુની એ.સી.સી. ફેકટરી હતી. તદઉપરાંત શાન સાબુ તથા બાંટવાનો સૂરજ સાબુ વખણાતો. પોરબંદરમાં બાકસની ફેકટરી હતી. સંગીત સ્લેટપેનની ઝરીના સ્લેટ ફેકટરી કડીયાપ્લોટમાં હતી. સુદામાજીના મંદિરમાં દરરોજ સાંજે કથા થતી અને ત્યાં બાલ્કની જેવી સુવિધા હતી. તેવી માહિતી મનિન્દ્ર ડી. વૈષ્ણવે આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application