પોરબંદરના યુવાન ઉપર જામનગર રહેતા તેમના બે કૌટુંબિક કાકાએ હુમલો કરતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
પોરબંદરના વીરડીપ્લોટમાં રહેતા અને છુટક મજૂરી કામ કરતા ભાવેશ નરેશભાઇ પરમાર નામના ૨૦ વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. ૩૦-૪ના તેની સગી બહેન સોનલના લગ્નપ્રસંગ અનુસંધાને તેના નાનાના ઘરે હાજર હતો ત્યારે જામનગર રહેતા તેના કૌટુંબિક કાકા ચીમન મનસુખ પરમાર અને વિશાલ મનસુખ પરમાર બંને બાઇકમાં ત્યાં આવી પહોંચ્યા હતા અને ભાવેશને તારીબહેન સોનલના લગ્ન તમારી મરજીથી કેમ કર્યા? લગ્ન તોડાવી નાખીશું અને જેટીના કામમાં ડમ્ફરના કોન્ટ્રાકટરનું કામ તે શા માટે કર્યુ? તમે હમણાં બહુ ચડી ગયા છો અને અમને પૂછયા વગર બધુ કામ કરો છો તેમ કહીને ઉશ્કેરાઇને ગાળો બોલવા લાગ્યા હતા એટલું જ નહીં પરંતુ ચીમને લોખંડના પાઇપ વડે માર માર્યો હતો તો વિશાલે લાકડી વડે માર માર્યો હતો અને બંને જણા જતા-જતા ધમકી આપતા ગયા હતા કે,‘બીજી વખત તું મળીશ તો જાનથી મારી નાખશું’ ત્યારબાદ ૧૦૮ મારફતે ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ ભાવેશ પરમારે જામનગરના ચીમન મનસુખ પરમાર અને વિશાલ મનસુખ પરમાર સામે ગુન્હો દાખલ કરાવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદરબાર ગઢ, બર્ધન ચોક વિસ્તારમાં એસ્ટેટ શાખા દ્વારા ફરી દબાણ હટાવ કામગીરી
May 01, 2025 05:05 PMખંભાળિયાની જર્નાલિસ્ટે વધુ એક વખત વધાર્યું રઘુવંશી જ્ઞાતિનું ગૌરવ
May 01, 2025 04:56 PMરાજકોટ સિટી બસ સ્ટોપ પરથી નોનવેજ ફૂડની જાહેરાત હટાવી, અર્ધ નગ્ન એડના હોર્ડિંગ્સ પણ હટશે
May 01, 2025 04:49 PMજામનગરમાં ૫૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો: તાપમાન ૩૮ ડીગ્રી
May 01, 2025 04:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech