પોરબંદર પોલીસ કચરાના ઢગલાને પણ ફંફોળીને નશીલો પદાર્થ શોધી રહી છે તેની સાબિતી ઓડદરના દરિયાકાંઠેથી મળી હતી જેમાં સર્ચ ઓપરેશન દરમ્યાન કચરાના ઢગલામાંથી ૧ લાખ ૬૨ હજારનું ૧ કિલો ૮૦ ગ્રામનું ચરસનું એક પેકેટ પોલીસને મળ્યુ હતું.
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ સૂચના આપેલ કે દેશના દુશ્મનો દ્વારા ભારત દેશને આંતરિક ખોખલો કરવાની મનેચ્છાઓનુસાર ભારત દેશમાં ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્નોને ભારતની સુરક્ષા એજન્સીઓની સતર્કતાનાલીધે તેઓ તેમની મનેચ્છા પરિપૂર્ણ નહી કરી શકતા હોવાના કારણે ડ્રગ્સના જથ્થાને દરિયામાં જ ફેંકી દેવો પડતો હોય છે અને આ દરિયામાં ફેંકેલ ડ્રગ્સનો જથ્થો દરિયાના પ્રવાહમાં તણાઇને કિનારે આવતો હોય છે.
જે પૈકીનો ડ્રગ્સનો કેટલાક જથ્થો અગાઉ પોરબંદરના ઓડદર દરિયા કિનારાના વિસ્તારમાં મળી આવેલ હોય જે અનુસંધાને પોરબંદર દરિયાકિનારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવા સૂચના કરેલ. આ સર્ચ ઓપરેશનમાં ઓડદરના દરિયા કિનારે ફૂટ પેટ્રોલીંગ કરતા હતા તે દરમ્યાન કચરાના ઢગલામાંથી મારીઝુઆના હસીસ (ચરસ)ના પેકેટ નંગ-૧ મળી આવેલ જેનું વજન ૧ કિલો ૮૦ ગ્રામ કિ. ા. ૧,૬૨,૦૦૦ના ચરસના જથ્થા સાથે હાર્બર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech