ભાણવડ જિલ્લાના વિદેશીદાના ગુન્હામાં વોન્ટેડ ઈસમને પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચે કાદીનેસ વિસ્તારમાંથી પકડી પાડ્યો છે.
ડી.જી.પી.ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા તા.૨૦.૫.૨૦૨૫ સુધી નાસતા ફરતા આરોપી પકડવા માટે ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય.જે અન્વયે જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હીમાંશુભાઇ મક્કા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા ને મળેલ સંયુકત હકીકત આધારે, કાટવાણા ગામ કાદીનેશ જતા રસ્તે જાહેરમાંથી દેવભુમી દ્વારકા જીલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશનના દાના ગુન્હામાં છેલ્લા ચારેક માસથી નાસતા ફરતા આરોપી અરજન ઉર્ફે બબાભાઇ કરશનભાઈ કટારા ઉ.વ.૨૩ રહે. મુળપ મોરાનેશ હાલ માલદેવારીનેશ પાસે કાદીનેશ જાહલઆઇના મંદીર પાસે વાળાને પકડી પાડી મિયાણી મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.આ કામગીરીમાં એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. આર.કે.કાંબરીયા તથા એ.એસ.આઈ. બટુકભાઈ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર,ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા તથા હેડ કોન્સ્ટેબલ ઉદયભાઇ વરૂ, સલીમભાઇ પઠાણ, હીમાંશુભાઇ મક્કા, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા તથા વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, વિરેન્દ્રસિંહ પરમાર, અજયભાઇ ચૌહાણ તથા ડ્રાઈવર કમ હેડ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ માળીયા વગેરે રોકાયેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMમોટી રાજસ્થળી ગામે સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીનો પ્રારંભ
May 17, 2025 05:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech