પોરબંદર જિલ્લાકક્ષાની શાળાકીય યોગાસન સ્પર્ધા યોજાઈ

  • August 23, 2024 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત તેમજ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, પોરબંદર દ્વારા સંચાલિત ૬૮મી અખિલ ભારતીય શાળાકિય જિલ્લાકક્ષા યોગાસન અન્ડર-૧૪, ૧૭, ૧૯  ભાઈઓ તથા બહેનોની સ્પર્ધાનું આયોજન તાજેતરમાં કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લાની અલગ અલગ શાળા-સંસ્થામાંથી આ સ્પર્ધામાં ખેલાડીઓ ભાગ લેવા માટે આવ્યા હતા. આ સ્પર્ધાનું આયોજન પોરબંદરની ડો. વી.આર. ગોઢાણિયા કોલેજ ખાતે થયું હતું. આ સ્પર્ધામાં ૭૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો. પોરબંદર જિલ્લા રમતગમત અધિકારી- ડો. પ્રવિણાબેન પાંડાવદરા, સ્પોર્ટસ કોચ શાંતિબેન ભૂતિયા, જિલ્લા યોગ કોચ હાર્દિકભાઈ તન્ના, માધવીબેન ખાણધર, રાકેશભાઈ સાદિયા, દીપભાઈ સોનીગ્રા, રીતલબેન બાદરશાહી, જીજ્ઞેશભાઈ સોલંકીએ જજ અને ટાઈમર તરીકે સેવા આપી હતી તેમજ વિવિધ શાળાના વ્યાયામ શિક્ષક, કોચ તથા વાલીઓ આ સ્પર્ધામાં ઉપસ્થિત રહ્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application