પોરબંદર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ર૬ સપ્ટેમ્બરે યોજાશે. લોકોના પ્રશ્ર્નો અને ફરીયાદોના ત્વરીત નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા નુતન અભિગમ સાથે દ૨ માસના ચોથા ગુવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. લોકોના પ્રશ્નો વહિવટી તંત્ર દ્વારા ઝડપી નિકાલ થાય તે માટે મુખ્યમંત્રીનો અભિગમ છે.
જિલ્લા સ્વાગત કાર્યક્રમ- દ૨ માસના ચોથા ગુવારે જિલ્લા કક્ષાએ યોજવામાં આવે છે. આગામી સ્વાગત કાર્યક્રમ સપ્ટેમ્બર-૨૦૨૪ માસના ચોથા ગુવારે તા.૨૬ સપ્ટેમ્બરે ૧૧.૦૦ કલાકે ફરીયાદ નિવારણ સ્વાગત કાર્યક્રમ યોજાનાર છે. પો૨બંદ૨ની જનતાને પોતાના કોઈ પણ ખાતા કે વિભાગને લગતા કોઈપણ પ્રશ્ર્નો કે ફરીયાદ જેવી કે, લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા અનિર્ણિત પડતર પ્રશ્નો મોકલવા, અગાઉ સંબંધિત ખાતામાં કરેલ રજુઆતનો આધાર ૨જૂ ક૨વો તથા તેમના તરફથી આપવામાં આવેલ જવાબ-પ્રત્યુત૨ની નકલ જોડવી, અગાઉ રજૂ કરેલ પ્રશ્ર્ન બીજી વખત ૨જૂ ક૨વામાં આવે તો પ્રશ્ર્ન ક્રમાંક તથા માસનું નામ અવશ્ય લખવું, પ્રશ્ર્ન કે અરજીમાં પ્રશ્ર્નકર્તાનું પુરુ નામ પુરેપુરું સ૨નામું ફોન નંબર ફરજીયાત લખવો તથા પ્રશ્ર્ન કે અરજીમાં અરજદારની સહી ક૨વી, સહી વગરની અરજી ધ્યાને લેવામાં આવશે નહીં તેવું જણાવ્યું હતું.
અ૨જદા૨ દ્વારા ૨જૂ થતી અરજી પોતાના પ્રશ્ર્નની જ સ્પષ્ટ અને મુદાસર સમજી શકાય તેવા આધાર પુરાવા સાથે હોવા જરી છે. અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્ર્નો અલગ-અલગ અરજીમાં મોકલવાના રહેશે. આ કાર્યક્રમમાં અરજદાર પોતાના પ્રશ્ર્નની જાતે આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. સરકારી કર્મચારીના નોકરીને લગતા પ્રશ્ર્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્ર્નો રજૂ કરી શકશે નહી. આગામી તા.૧૦ સપ્ટેમ્બર મંગળવાર સુધીમાં કલેકટર કચેરી, પોરબંદર ખાતે પ્રશ્ર્નો મોકલવાનાં રહેશે. તેમજ સ્વાગત પોર્ટલ ૫૨ ૧ થી ૧૦ તારીખમાં ઓનલાઈન અરજી મારફત પણ પ્રશ્નો મોકલી શકશે. આ કાર્યક્રમની વધુ વિગત માટે જિલ્લા સેવા સદન-૧, કલેકટ૨ કચેરી, પોરબંદરનો સંપર્ક ક૨વા જણાવવામા આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશ્રીલંકાની સરકારે ગૌતમ અદાણી સાથેનો વીજ ખરીદી કરાર આ કારણથી કર્યો રદ્દ
January 24, 2025 07:43 PMજામનગરના આકાશમાં આવતીકાલ તા.૨૫ તથા તા.૨૬મી જાન્યુઆરીના રોજ સર્જાશે અદ્ભુત દ્રશ્યો
January 24, 2025 07:12 PMમહાકુંભ મેળામાં જતા યાત્રિકો માટે ખુશખબર: પશ્ચિમ રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેનોમાં વધારાના કોચ
January 24, 2025 07:03 PMસિવિલ મેડિસિટી બની મેડિકલ ટુરિઝમનું કેન્દ્ર: આંતરરાષ્ટ્રીય સ્તરે જટિલ સર્જરી સફળતાપૂર્વક સંપન્ન
January 24, 2025 07:02 PMનળ સરોવરમાં પક્ષીઓની ગણતરી, 25 અને 26 જાન્યુઆરીએ પ્રવેશ બંધ
January 24, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech