પોરબંદર જીલ્લા પંચાયતનું 18.77 લાખની પુરાંતવાળુ બજેટ મંજુર

  • March 31, 2021 10:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદર જીલ્લા પંચાયતમાં ભાજપની બોડીએ શાસન સંભાળ્યું છે ત્યારે જીલ્લા પંચાયતની પ્રથમ બજેટ બેઠકનું આયોજન કરવામાં આવતા 18.77 લાખની પુરાંતવાળુ બજેટ મંજુર કરવામાં આવ્‌યું હતું. 
પોરબંદર જીલ્લા પંચાયતના નવનિયુકત પ્રમુખ મંજુબેન વનરાજભાઇ કારાવદરા ના અધ્યક્ષ સ્થાને ડીડીઓની ઉપસ્થિતીમાં બજેટ બેઠકનું આયોજન કરવામાં આવ્‌યું હતું જેમાં સને ર0ર0-ર1 ની અંદાજીત આવક 160.પર લાખ અને ખુલતી શીલક રપ6.7પ લાખ સહિત કુલ 417.ર7 લાખ સામે અંદાજીત 398.50 લાખનો ખર્ચ દશર્વિવામાં આવ્યો છે તેથી 18.77 લાખની પુરાંતવાળુ આ બજેટ  સવર્નિુમતે મંજુર કરવામાં આવ્‌યું હતું. 
જુદી-જુદી સમિતિઓની રચના 
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 145 (1)(1) અન્વયે  જુદી-જુદી સમિતિઓની રચના પણ કરવાની થાય છે ત્‌યારે આ બેઠકમાં કારોબારી સમિતિ, મહિલા અને બાળવિકાસ અને યુવા પ્રવૃતિની સમિતિ, જાહેર બાંધકામની સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, અપીલ સમિતિ, સામાજીક ન્યાય સમિતિ, ઉત્પાદન સહકાર અને સિંચાઇ માટેનીસમિતિની રચના કરવા માટે જુદા-જુદા જીલ્લા પંચાયતના સભ્યોએ દરખાસ્ત કરી હતી અને દરખાસ્તને અન્ય સભ્યોએ ટેકો આપ્યો હતો. તેમના ચેરમેનો સહિતની પસંદગીની વિધિવત જાહેરાત એકાદ-બે દિવસમાં કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS