રાજયના બજેટને પોરબંદર ભાજપ દ્વારા આવકાર

  • March 04, 2021 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખેડૂતોથી માંડીને માછીમારો સુધી સૌ કોઇની ભાજપે કરી ચિંતા: વિકાસ લક્ષી બજેટને બિરદાવાયું 

રાજય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા બજેટને પોરબંદર ભાજપ દ્વારા આવકાર આપવામાં આવ્‌યો છે.
કોરોનાના સમય દરમિયાન ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રી તથા નાણામંત્રી નિતીનભાઇ પટેલે પ્રથમ વખત ડિજીટઠલ બજેટ (પેપરલેસ) રજુ કર્યુ છે તેને પોરબંદર જીલ્લાના ભાજપ પ્રમુખ કિરીટભાઇ મોઢવાડિયાએ આવકારેલ છે. પોરબંદર જીલ્લાના ભાજપ પ્રમુખ કીરીટભાઇ મોઢવાડિયાએ ગુજરાત સરકારના બજેટને આવકારી મુખ્યમંત્રી વિજયભાઇ પાણી તથા નાણામંત્રી નીતિનભાઇ પટેલને વિકાસલક્ષી બજેટ રજુ કરવા માટે અભિનંદન આપ્યા છે.
કીરીટભાઇ મોઢવાડિયાએ જણાવ્‌યું કે, ગુજરાત સરકારનું વર્ષ 2021-2022 નું બજેટ ખેડૂતલક્ષી, ગરીબલક્ષી, યુવાવર્ગને ઉપયોગી, શ્રમજીવી માટે કલ્યાણકારી અને સમાજના તમામ વર્ગોની સુખાકારીમાં વધારો કરના છે, આ બજેટને કારણે રોજગારીમાં વધારો થશે, ઔદ્યોગિક અને ખેતી ઉત્પાદન વધશે, લોકોની સુખાકારી વધશે, વિકાસકામોમાં અનેકગણો વધારો થશે. આ બજેટને કારણે ગુજરાત રાજયના વિકાસમાં વધુ ગતિ આવશે અને ગુજરાત રાજય દેશનું ગ્રોથ એન્જીન બની રહેશે. તેમ જણાવી કીરીટભાઇ મોઢવાડિયાએ ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા છે.
ગુજરાત બજેટ ર0ર1-ર0રર ના મુખ્યમુદ્દાઓમાં અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન માટેરૂ . 1પ00 કરોડની ફાળવણી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ . 11 હજાર 3ર3 કરોડની જોગવાઇ, મહિલા અને બાલ વિકાસ માટે રૂ . 3પ11 કરોડની જોગવાઇ, ડાંગને કેમિકલ ફ્રી ઉત્પાદન કરતો જીલ્લો બનાવવાનો ઉદેશ, પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને રૂ . 10 હજાર કરોડની જોગવાઇ, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે રૂ . 6પર કરોડની જોગવાઇ, નાણામંત્રી નિતિનભાઇ પટેલે રાજયના ઈતિહાસમાં સૌથી મોટુ બજેટ રૂ . ર,ર7,0ર9 કરોડનું બજેટ રજુ કર્યુ. આદિજાતિ વિકાસ માટે રૂ . 1349 કરોડની જોગવાઇ, મહિલા અને બાલવિકાસ માટે રૂ . 3પ11 કરોડની જોગવાઇ, શિક્ષણ માટે 3ર હજાર કરોડની જોગવાઇ, 4 લાખ ખેડૂતોને એક ડ્રમ, પ્લાસ્ટીકના બે ટમ આપવાની જોગવાઇ, ફુડ પ્રોસેસીંગ એકમ માટે રૂ . 10 લાખની જોગવાઇ, બીજ ઉત્પાદન સહાય માટે રૂ . પપ કરોડની જોગવાઇ, એગ્રી અને ફૂડ પ્રોસેસિંગ કલસ્ટર માટે રૂ . પ0 કરોડની જોગવાઇ, 10 ગામદીઠ 1 પશુ દવાખાના માટે બજેટમાં રૂ . 43 કરોડની જોગગવાઇ કરવામાં આવી છે. રાજયમાં 150 નવી 108 એમ્બ્યુલન્સ ઉમેરવા બજેટમાં રૂ . 30 કરોડની જોગવાઇ, ઇ-રીક્ષા દીઠ રૂ . 48 હજારની સહાય, બેટરીથી ચાલતા 3 વ્હીલર દીઠ રૂ . 1ર હજારની સબસીડી સહિતની અનેક યોજનાઓ જાહેર થઇ હોવાથી ગુજરાત સરકારના આ વિકાસલક્ષી બજેટને પોરબંદર ભાજપ દ્વારા આવકારવામાં આવ્‌યું છે તેમ જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઇ મોઢવાડિયાએ ઉમેર્યુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS