પોરબંદર-કોચ્યુવેલી તથા હાપા-મડગાંવ ટ્રેન પુન: શરુ થશે

  • June 24, 2021 12:01 PM 

તા. 1 લી જુલાઇથી દર ગુવારે પોરબંદરથી તથા તા. 4 થી જુલાઇથી દર રવિવારે કોચ્ચુવેલીથી ઉપડશે

હાપા-મડગાંવ, પોરબંદર-કોચ્યુબેલી તથા પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા ટ્રેન સેવા પૂન: શરુ કરવામાં આવી રહી છે. કોરોનાનો કહેર ઘટતા જ ટ્રેન સેવા પૂર્વવત કરવામાં આવી રહી છે. 0ર908-હાપા-મડગાંવ સ્પેશિયલ ટ્રેન તા. 30 જૂનથી દરેક બુધવારે અને વળતા 0ર907 મંડગાંવથી હાપા માટે દરેક શુક્રવારે આ ટ્રેન ચલાવવામાં આવશે.

09ર6ર/61 પોરબંદર-કોચુબેલી-પોરબંદર ટ્રેન પણ શરૃ કરવામાં આવી રહી છે. તા. 1લી જુલાઈથી દરેક ગુરુવારે પોરબંદરથી અને તા. 4 જુલાઈથી દરેક રવિવારે કોચ્ચુવેલીથી આ ટ્રેન રવાના થશે. આ ટ્રેનમાં ચાર એન્ટ્રીકાર જોડાશે. ટ્રેન નંબર 09ર63/64 પોરબંદર-સરાઈ રોહિલ્લા-પોરબંદર ટ્રેનનો પણ પુન: પ્રારંભ થઈ રહ્યો છે. તા. ર9 જૂનથી દરેક મંગળવારે પોરબંદરથી અને તા. 1લી જુલાઈથી દરેક સોમવારે દિલ્હી સરાઈ રોહિલ્લાથી રવાના થશે. આ ટ્રેનો સંપૂર્ણ રિઝર્વેશન સાથે ચલાવવામાં આવશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS