ભાણવડ નગરપાલિકામાં સત્તા હાંસલ કરવા ગોઠવાતાં રાજકીય ચોકઠા

  • March 20, 2021 11:17 AM 

પ્રમખ, ઉપપ્રમુખ દ્વારા કરાશે અવિશ્ર્વસનીય દરખાસ્ત: પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં તા. ર4 ના રોજ યોજાશે સામાન્ય સભા

ભાણવડ નગરપાલિકામાં ઉપપ્રમુખ પદના મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલા વિવિધ મુદ્દાઓના પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે, સત્તાસ્થાન પર બેઠેલા ભાજપના હોદ્દેદારો વિઘ્ધ આગામી દિવસોમાં અવિશ્ર્વાસની દરખાસ્ત રજૂ કરવાની તૈયારી કોંગ્રેસ દ્વારા આરંભવામાં આવી છે, બીજી બાજુ પ્રાંત અધિકારીની અઘ્યક્ષતામાં તા. ર4 ના રોજ સામાન્ય સભા યોજવામાં આવનાર છે, જેમાં સત્તા હાંસલ કરવા બન્ને રાજકીય પક્ષો દ્વારા ચોખઠાં ગોઠવવામાં આવી રહ્યા છે.

ભાણવડ નગરપાલિકામાં ભાજપને 16 બેઠક અને કોંગ્રેસને આઠ બેઠક મળી છે, પરંતુ ઉપપ્રમુખ પદે બીરાજમાન થયેલા હોદ્દેદારનો વિરોધ ઉઠવા પામ્યો હતો. દરમ્યાન આ હોદ્દેદારોના મામલે કોંગ્રેસ દ્વારા તેમજ ભાજપમાં ભારે આંતરિક વિવાદ ઉઠવા પામ્યો હતો, પરિણામે ગત તા. રપ જાન્યુ.ના રોજ વિરોધ પક્ષના નેતા સહિતના આઠ સભ્યોની સહમતિથી હોદ્દેદાર વિઘ્ધ દરખાસ્ત મૂકવામાં આવી હતી.

કોંગ્રેસ દ્વારા અધિકારી સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવ્યા બાદ નગરપાલિકાનું સુકાન સંભાળવા માટે કોંગ્રેસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી, આ અરસામાં નગરપાલિકાની અવિશ્ર્વાસની દરખાસ્તને ઘ્યાને લઇ આગામી તા. ર4 ના રોજ પ્રાંત અઘ્યક્ષતામાં સામાન્ય સભા યોજવામાં આવનાર છે.

આગામી દિવસોમાં ભાણવડ નગરપાલિકામાં સત્તા હાંસલ કરવામાં કોંગ્રેસને સફળતા સાંપડે છે કે કેમ ? તેમજ ભાજપના આંતરિક વિવાદનો કોંગ્રેસ લાભ ઉઠાવી શકે છે કે કેમ ? તેવા અનેક પ્રશ્ર્નો ઉદ્દભવા પામ્યા છે, જેના પરિણામે સ્થાનકિ રાજકારણમાં ભારે ગરમાવો આવવા પામ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)